રાત્રે Acidity થી બચવા માત્ર આ રીતે સૂઈ જાઓ, છાતીની બળતરા સહિત આ સ્મસ્યાઓમાં થશે રાહત
Health Tips for Acidity : ઘણી વખત રાત્રે ન ખાવાનું ખાવાથી પેટમાં એસિડિટીની સમસ્યા ઉપડી જતી હોય છે. જેને લઈને આખી રાત હેરાન થવું પડે છે. આવામાં લોકો પરેશાન થઈ જાય છે કે આ સમસ્યાથી આટલી રાત્રે કઈ રીતે છુટકારો મેળવવો? આજે અમે અહી આપને સુવાની એક એવી રીત જણાવીશુ કે જે રીત અપનાવથી તમને રાત્રે થતી એસિડિટીમાં રાહત મળી શકે છે (Gas Acidity Relief Tips).
જો તમને રાત્રે ગેસ અને એસિડિટી જેવી સમસ્યાઓ થતી હોય તો તમે ડાબે પડખે સૂઈ શકો છો. આમ કરવાથી નાના આંતરડામાં એકઠા થયેલા કચરાને મોટા આંતરડામાં મોકલવામાં સરળતા રહે છે, જેના કારણે એસિડિટી થતી નથી અને તમે કોઈપણ સમસ્યા વિના સારી રીતે નીંદર કરી શકો છો.
ડાબી પડખે સૂવાના એક નહીં પણ અનેક ફાયદા છે. આ રીતે, સૂવાથી, ખોરાકને પચાવવા માટે વપરાતો પિત્તનો રસ ખોરાકની નળી દ્વારા ઉપર નથી આવી શકતો, જેના કારણે છાતીમાં બળતરા અથવા ઉલટીની સમસ્યા થતી નથી. આમ કરવાથી પાચન પ્રક્રિયા સારી રીતે થાય છે અને પાચન બરાબર રહે છે. જે ખાટા ઓડકારથી પણ રાહત આપે છે.
જો તમે રાત્રે સૂતી વખતે ગેસની એસિડિટીનો શિકાર ન બનવા માંગતા હોવ તો રાત્રે ભોજનમાં તળેલી કે મસાલેદાર વસ્તુઓ ખાવાનું ટાળો. આવી વસ્તુઓ ઝડપથી પચતી નથી અને આખી રાત તમને ગેસ અને એસિડિટીના રૂપમાં પરેશાન કરે છે. આનાથી હાર્ટબર્ન અને ઉલ્ટી અને ઝાડા પણ થાય છે.
નોંધ: આ લેખમાં આપેલી માહિતી જે તે વિષયના એક્સપર્ટ દ્વારા આપવામાં આવેલી છે. અહી આપેલી સલાહ કે માહિતીનો ઉપયોગ કરતાં પહેલા તમારા ડોક્ટરની સલાહ લેવી.