સ્પોર્ટસ

Match-Fixing બદલ ઇંગ્લૅન્ડના ક્રિકેટર પર સાડાસત્તર વર્ષનો પ્રતિબંધ

દુબઈ: કમાણીના વિકલ્પો વધે અને ધીકતી આવક કરવા માટે નવી તકો મળતી થાય ત્યારે વધુ સરળ માર્ગ અપાવીને મસમોટી રકમ મેળવી લેવાના પ્રયાસો પણ થતા હોય છે. જોકે એ સીધા માર્ગમાં ક્યારેક ખોટા માર્ગે પણ જતા રહેવાય છે. કહેવાય છેને કે ‘લાલચ બૂરી બલા હૈ.’

બ્રિટનના ક્લબ સ્તરના ક્રિકેટર રિઝવાન જાવેદના કિસ્સામાં કંઈક આવું જ બન્યું. 2021માં તેણે અબુ ધાબી ટી-10 લીગ દરમ્યાન મૅચો ફિક્સ કરવા માટે વિવિધ પ્રકારના પ્રયત્નો કર્યા એ બદલ તેના પર 17 વર્ષ અને છ મહિનાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આઇસીસીના જનરલ મૅનેજર ઍલેક્સ માર્શલે ગુરુવારે આઇસીસીના એક નિવેદનમાં જણાવ્યું હતું કે ‘રિઝવાને પ્રોફેશનલ ક્રિકેટને લગતા ભ્રષ્ટ કામ માટેના પ્રયાસો કર્યા એ બદલ તેને લાંબા સમયની સજા કરાઈ છે. આ સજા દ્વારા અન્ય કરપ્ટ વ્યક્તિઓને ચેતવી દેતો સંદેશ આપી દેવા માગે છે કે ક્રિકેટને કરપ્ટ બનાવવાના કોઈ પણ પ્રયાસ સામે કડક હાથે કામ લેવામાં આવશે.’

ગયા વર્ષે સપ્ટેમ્બરમાં આઇસીસીએ રિઝવાન તેમ જ બીજા પ્લેયરો અને અધિકારીઓ સહિત કુલ આઠ વ્યક્તિઓ વિરુદ્ધ ભ્રષ્ટ પ્રવૃત્તિ બદલ ગુનો નોંધ્યો હતો. આ પ્લેયરોમાં બાંગલાદેશના ઑલરાઉન્ડર નાસિર હોસૈનનો પણ સમાવેશ હતો અને તેના પર બે વર્ષનો બૅન મુકાયો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button