મનોરંજન

13 વર્ષની ઉંમરે આત્મહત્યા કરવા નીકળ્યો હતો આ કોમેડિયન એક્ટર પણ…

જોની લિવર… નામ સાંભળીને જ ચહેરા પર એક સ્માઈલ આવી જાય છે. પોતાના કામથી ના જાણે કેટલાય લોકોના ચહેરા પર સ્માઈલ લાવી દીધી અને દુઃખ દૂર કર્યા. પરંતુ ખૂબ જ ઓછા લોકો જાણે છે કે એક્ટર અને કોમેડિયનના જીવનના શરૂઆતના દિવસ ખૂબ જ મુશ્કેલીથી ભરપૂર રહ્યું હતું. આ વાતનો ખુલાસો ખુદ એક્ટરે રણવીર અલ્લાહાબાદિયાના એક પોડકાસ્ટ પર કર્યો હતો.

આ પોડકાસ્ટ પર જોની લિવર જૂના દિવસોને યાદ કરીને એના વિશે વાત કરતો જોવા મળે છે અને તેમણે કહ્યું હતું કે બાળપણમાં મુશ્કેલીથી ભરપૂર રહ્યું હતું. ફેમિલીને જોવું પડતું હતું. હું ખૂબ જ સ્ટ્રગલ કરતો ત્યારે જઈને ઘરમાં ચૂલો સળગતો હતો. મારા પપ્પા દારૂ પીને ક્યાં હોય એની એમને ખુદનેય ખબર નહોતી રહેતી. તેઓ કમાવવા નહોતા જતા.

આગળ જોની લિવર એવું પણ કહે છે કે મને હંમેશા ડર લાગતો હતો કે કોણ ક્યારે શું કરી નાખશે. 13 વર્ષની ઉંમરમાં તો હું રેલવેના પાટા જીવ આપવા પહોંચી ગયો હતો, કારણ કે હું પપ્પાથી કંટાળી ગયો હતો. પાટા પર ગયો ગાડી આવી રહી હતી અને મને જરાય ડર નહોતો લાગી રહ્યો. પણ પછી અચાનક મારી સામે મારી બહેનોના ચહેરા દેખાવવા લાગ્યા અને મેં મારો નિર્ણય બદલી નાખ્યો.

બસ ત્યાર પછી હું એક દુકાન પર ગયો જ્યાં એક ગીત વાગી રહ્યું હતું અને એ ગીત હતું મેં તો તુમ સંગ નૈન મિલાકે… આ ગીત સાંભળીને ખરેખર મને ખૂબ જ સારું લાગ્યું અને ધીરે ધીરે માની ચિંતા, ટેન્શન બધું જ દૂર થઈ ગયું. ગીત સાંભળીને મારી ચિંતાઓ દૂર થઈ ગઈ હતી. મને સમજાઈ ગયું કે મ્યુઝિકમાં ખૂબ જ તાકાત છે. મને સંગીતે ફરી જીવવાનું શિખવાડ્યું હતું અને મ્યુઝિક સાંભળીને મોટા થયા છીએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button