નેશનલ

‘પૈસાના બદલે સવાલ’ મામલે મહુઆ મોઈત્રાએ CBIને મોકલ્યા જવાબ, નિશિકાંત દુબેએ લગાવ્યો હતો આરોપ

નવી દિલ્હી: તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના નેતા અને ભૂતપૂર્વ લોકસભા સભ્ય મહુઆ મોઇત્રાએ (mahua moitra) આજે ​’​પૈસાના બદલે સવાલ’ કેસમાં (cash for query case) CBIના પ્રશ્નોના જવાબ મોકલ્યા છે. અધિકારીઓએ આજે (ગુરુવારે) આ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે CBI જવાબો જોઈ રહી છે. જવાબો તપાસ્યા પછી, CBI ભ્રષ્ટાચાર વિરોધી લોકપાલને રિપોર્ટ મોકલશે. એજન્સી લોકપાલના નિર્દેશ પર મોઇત્રા સામેના આરોપોની પ્રાથમિક તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે CBIએ આ મામલેઆ કેસમાં વકીલ જય દેહાદરાય અને બિઝનેસમેન દર્શન હિરાનંદાનીની પણ પૂછપરછ કરવામાં આવી છે. જો કે મોઈત્રાએ આ બાબતેના સવાલમાં પોતાનું મો સીવી લીધું હતું. CBI પણ આ મુદ્દે કોઈ જવાબ આપવાનું ટાળી રહી છે.

ભાજપના લોકસભા સાંસદ નિશિકાંત દુબેએ અદાણી ગ્રુપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવવા માટે ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાનીના કહેવા પર ‘ભેટ’ના બદલામાં મોઇત્રા પર લોકસભામાં પ્રશ્નો પૂછવાનો આરોપ લગાવ્યો હતો. તેણે મોઇત્રા પર નાણાકીય લાભ માટે રાષ્ટ્રીય સુરક્ષા સાથે ચેડા કરવાનો આરોપ પણ મૂક્યો હતો. જો કે, મોઇત્રાએ કોઈપણ ગેરરીતિનો ઇનકાર કર્યો હતો અને દાવો કર્યો હતો કે તેને નિશાન બનાવવામાં આવી હતી કારણ કે તેનેઅદાણી ગ્રૂપના સોદા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. BJP સાંસદના આરોપો પર સંસદની એથિક્સ કમિટીએ તેની તપાસ કરી અને તપાસમાં મહુઆ મોઇત્રાને દોષી ઠેરવી. એથિક્સ કમિટીના રિપોર્ટના આધારે લોકસભા સ્પીકર મહુઆ મોઇત્રાનું સંસદ સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું.

મહુઆ મોઇત્રા પર ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાની પાસેથી પૈસા લેવા અને સંસદમાં ગૌતમ અદાણી સાથે સંબંધિત પ્રશ્નો પૂછવાનો આરોપ છે. મહુઆ મોઇત્રાએ પણ દર્શન હિરાનંદાની સાથે પોતાનું સંસદીય લોગિન શેર કર્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button