નેશનલ

લો બોલો! દસ મહિનામાં આટલા કરોડનો દારૂ પી ગયું આ શહેર, અધિકારીનું કરાયું ‘સન્માન’

નવી દિલ્હી: ગુજરાતીઓ માટે દારૂનું સેવન કરવું એ હંમેશને માટે એક રસપ્રદ વાત રહી છે. ડ્રાય સ્ટેટ ગુજરાતમાં પ્યાસીઓ પોતાની પ્યાસ બુજાવવા દીવ-દમણ કે પછી રાજસ્થાનના નજીકના કોઈ ટુરિસ્ટ ડેસ્ટિનેશનને પસંદ કરતાં હોય છે. અને અમુક તો ગેરકાયદેસર રીતે પણ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ‘મેળ’ કરીને પોતાની પ્યાસ બુજાવી લેતા હોય છે. જો કે પાટનગર ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં કડક નિયમો સાથે દારૂબંધીમાં છૂટછાટ આપવામાં આવી છે ત્યારે તાજેતરમાં જ યોજેલા 69માં ફિલ્મફેર એવોર્ડને લઈને સામાન્ય દિવસો કરતાં અધધધ દારૂ વહેંચાયો હતો. પરંતુ તાજેતરના એક રિપોર્ટમાં ભારતના એક શહેરે સૌને ચોંકાવી દીધા છે. આ શહેરમાં 10 મહિનામાં કરોડો રૂપિયાનો દારૂ વહેંચાય ગયો છે.

એક સમાચાર સંસ્થાના એક રિપોર્ટ અનુસાર, નોઈડાના દિલ્હી NCRમાં માત્ર 10 મહિનામાં લગભગ 1600 કરોડ રૂપિયાનો દારૂ વેચાયો છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે લગભગ 25 ટકાનો વધારો થયો છે. નોઈડામાં દારૂનું વેચાણ વધવાને કારણે આવકમાં પણ વધારો થયો છે. આબકારી કમિશનરે આ સંબંધિત ડેટા પણ શેર કર્યો છે.

આ રીતે નોઈડા જિલ્લો ઉત્તર પ્રદેશના તમામ રાજ્યોમાં સૌથી વધુ દારૂની રેલમછેલ કરતું શહેર બની ગયું છે. ગૌતમ બુદ્ધ નગર જિલ્લા આબકારી અધિકારી સુબોધ કુમારે કહ્યું કે આ વર્ષે અમને 2023-24માં 2,324 કરોડ રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો.

તમને જાણીને નવાઈ લાગશે કે છેલ્લા 10 મહિનામાં નોઈડામાં એક કરોડ 78 લાખ 16 હજાર 53 લીટર દેશી દારૂ અને એક કરોડ 5 લાખ 82 હજાર બોટલ અંગ્રેજી શરાબનું વેચાણ થયું છે. UPનું નોઈડા શહેર પણ અંગ્રેજી શરાબના વેચાણના મામલામાં પ્રથમ સ્થાને રહ્યું છે. ત્યારે, લગભગ 3 કરોડ 63 લાખ કેન બિયરનું વેચાણ થયું છે. આંકડામાં વધારો જોઈને આબકારી કમિશનરે ગૌતમ બુદ્ધ નગરના આબકારી અધિકારીનું સન્માનપત્ર આપી સન્માન કર્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button