Bollywood Veteran Actorએ રસ્તા પરથી કરી Shoping, Social Media પર વીડિયો થયો વાઈરલ…
Bollywood Actor-Actress વિશે વિવિધ વાતો જાણવા માટે ફેન્સ હંમેશા ઉત્સુક હોય છે જેવી કે તેઓ શું ખાય-પીએ છે, તેમની દિનચર્યા કેવી હોય છે, તેઓ ક્યાંથી શોપિંગ કરે છે વગેરે વગેરે… પણ જો કોઈ તમને કહે કે તેમણે બોલીવૂડના કોઈ દિગ્ગજ કલાકારને રસ્તા પરથી કે સિગ્નલ પરથી શોપિંગ કરતા જોયા છે તો વાત માનવામાં આવે ખરી, નહીં ને? પણ આ હકીકત છે અને સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. ચાલો જોઈએ કોણ છે આ એક્ટર અને તેણે શું શોપિંગ કરી એ…
અહીં વાત થઈ રહી છે એક્ટર અનુપમ ખેરની… સોશિયલ મીડિયા પર અનુપમ ખેર બહુ એક્ટિવ રહે છે અને તેઓ અવારનવાર પોતાના ફોટોની સાથે સાથે જ આસપાસમાં તેમને ટકરાઈ જતાં લોકો સાથે થયેલાં મજેદાર સંવાદોના વીડિયો અને ફોટો પણ શેર કરે છે, સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ જતા હોય છે.
હાલમાં જ એક્ટર અનુપમ ખેરે બર્થડે બોયનો એક વીડિયો શેર કર્યો હતો. આ બર્થડે બોય રસ્તાના કિનારે દાંતિયો વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. અચાનક મુંબઈના એક સિગ્નલ પર એક ગાડી ઊભી રહી છે અને બર્થડે બોય અને અનુપમ ખેરની મુલાકાત થઈ ગઈ. બંને વચ્ચે વાતચીલ શરૂ થઈ તો જાણવા મળ્યું કે એનું નામ રાજુ છે અને આજે એટલે કે 15મી ફેબ્રુઆરીના તેમનો જન્મદિવસ છે.
અનુપમ ખેરે આ વીડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે રાજુ મુંબઈના રસ્તાના કિનારા પર કાંસકો વેચે છે અને મારી પાસે ક્યારેય કાંસકો ખરીદવાનું કોઈ કારણ નથી, પણ આજે એનો જન્મદિવસ છે અને મને લાગે છે કે જો હું એક કાંસકો ખરીદીશ તો કદાચ આ એના માટે એક સારો દિવસ રહેશે. મને આશા છે કે એણે પોતાના જીવનમાં સારા દિવસો જોયા હશે.
આગળ તેમણે એમની પોસ્ટમાં લખ્યું છે કે રાજુની સ્માઈલ એટલી સુંદર છે કે કોઈના પણ ચહેરા પર સ્માઈલ આવી જાય. જો તમને પણ ક્યારેય એમને મળવાનો મોકો મળે તો ચોક્કસ જ એમની પાસેથી ખરીદી કરજો, પછી જરૂર હોય કે ના હોય.. રાજુની સ્માઈલ અને પોઝિટિવ ઓરા તમારો દિવસ બનાવી દેશે…
અનુપમ ખેરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે. એક ફેને કમેન્ટ કરતાં લખ્યું હતું કે રાજુજી બેસ્ટ છે, કારણ કે અનુપમજીને એણે કાંસકો વેચ્યો છે. જૂની વાત સાચી થઈ ગઈ… ગંજા માણસને કાંસકો વેચી દીધો રાજુ બેસ્ટ સેલ્સ પર્સન જ કહેવાય ને… બીજા એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું કે અનુપમજી અહીં દિલ ખોલીને ખર્ચ કર્યો હોત તો… ત્રીજા એક ફેને લખ્યું હતું કે સાચી વાત છે સર, આપણે ક્યારેય હાર નહીં માનવી જોઈએ…