નેશનલ

West Bengal Jail: જેલમાં મહિલા કેદીઓની ગર્ભવતી કેવી રીતે થઇ રહી છે? એમિકસ ક્યૂરીએ રીપોર્ટ સોંપ્યો

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળની મહિલા જેલમાં મહિલા કેદીઓ દ્વારા બાળકોને જન્મ આપવાનો આહેવાલ પ્રકશિત થતા હોબાળો મચી ગયો હતો. મામલાની તપાસ માટે નિમાયેલી એમિકસ ક્યૂરીએ સુપ્રીમ કોર્ટમાં તપાસ રિપોર્ટ દાખલ કર્યો છે. એમિકસ ક્યુરીએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે છેલ્લા ચાર વર્ષમાં બંગાળની જેલોમાં 62 બાળકોનો જન્મ થયો છે. પરંતુ જન્મ આપનારી મોટાભાગની મહિલા કેદીઓને જેલમાં લાવવામાં આવી ત્યારે તે પહેલાથી જ ગર્ભવતી હતી. બંગાળમાં મહિલા કેદીઓ કસ્ટડીમાં ગર્ભવતી થવાના આરોપોની સુપ્રીમ કોર્ટે ગંભીરતાથી નોંધ લીધી હતી.

કલકત્તા હાઈકોર્ટના એમિકસ ક્યુરીએ તાપસમાં 196 બાળકોના જન્મનો ઉલ્લેખ કરીને રિપોર્ટ આપ્યો હતો. અહેવાલો અનુસાર મહિલા કેદીઓ જેલના સળિયા પાછળ હોવા છતાં ગર્ભવતી બની રહી છે. રાજ્ય સુધાર ગૃહોના પુરૂષ કર્મચારીઓને મહિલાઓના સ્થળોએ પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરી હતી.


એક અખબારી અહેવાલ મુજબ કેટલીક મહિલા કેદીઓએ હાઈકોર્ટના એમિકસ રિપોર્ટનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે આ આરોપો ‘બેજવાબદાર’ છે. આ અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં રાજ્યના જેલ વિભાગ અને મહિલા આયોગનો સમાવેશ થતો હતો. તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે તમામ બાળકોનો જન્મ એવી મહિલાઓથી થયો હતો જે જેલમાં જતા પહેલા ગર્ભવતી હોય અથવા પેરોલ પર હોય ત્યારે ગર્ભવતી બની હોય.
સુપ્રીમ કોર્ટમાં વરિષ્ઠ વકીલ ગૌરવ અગ્રવાલ દ્વારા દાખલ કરાયેલા એક રિપોર્ટ આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે મોટાભાગની મહિલા કેદીઓને જેલમાં લાવવામાં આવી ત્યારે પહેલેથી જ ગર્ભવતી હતી. કેટલાક કિસ્સાઓમાં, મહિલા કેદીઓ પેરોલ પર બહાર ગઈ હતી અને ગર્ભવતી થઈ હતી.


‘1,382 જેલોમાં અમાનવીય સ્થિતિ’ ના કેસમાં સુપ્રીમ કોર્ટ મિત્ર ગૌરવ અગ્રવાલ સુપ્રીમ કોર્ટને મદદ કરી રહ્યા છે. તેણે કોર્ટને જણાવ્યું કે તેને કસ્ટડીમાં મહિલા કેદીઓથી જન્મેલા બાળકો અંગે પશ્ચિમ બંગાળના એડિશનલ ડાયરેક્ટર જનરલ અને ઈન્સ્પેક્ટર જનરલ ઑફ કરેક્શનલ સર્વિસિસ પાસેથી માહિતી મળી છે.


અહેવાલમાં જણાવવામાં આવ્યું કે આ માહિતી દર્શાવે છે કે છેલ્લા 4 વર્ષમાં પશ્ચિમ બંગાળની જેલોમાં 62 બાળકોનો જન્મ થયો છે. અગ્રવાલે કહ્યું કે તેમણે રાજસ્થાન, હરિયાણા અને દિલ્હીના જેલ અધિકારીઓ સાથે મહિલાઓ માટે જેલો અથવા બેરેકમાં સુરક્ષાના પગલાંને સમજવા માટે ચર્ચા કરી છે.


આ પહેલા હાઈકોર્ટના એમિકસ ક્યુરીએ પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે દેશમાં મહિલા જેલો અને મહિલા બેરેકનું સંપૂર્ણ સુરક્ષા ઓડિટ કરાવવાની જરૂર છે. પ્રવેશ સમયે અને નિયમિત અંતરાલ પર મહિલાઓની યોગ્ય રીતે તપાસ થાય તે સુનિશ્ચિત કરવા માટે મહિલા જેલોમાં તબીબી સુવિધાઓની તપાસ કરવાની પણ જરૂર છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker