આમચી મુંબઈ

Shocking: Mumbai Airport પરથી મોરપીંછની દાણચોરી મુદ્દે DRIની મોટી કાર્યવાહી

મુંબઇઃ આર્થિક રાજધાની મુંબઈમાંથી એક ચોંકાવનારો કિસ્સો જાણવા મળ્યો છે. વન્યજીવનના ગેરકાયદે વેપાર સામેની નોંધપાત્ર કાર્યવાહીમાં ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ)ના મુંબઈ ઝોનલ યુનિટે ન્હાવા શેવા પોર્ટ પર દાણચોરી વિરોધી કાર્યવાહી કરીને લાખોની કિંમતના મોરપીંછ જપ્ત કર્યા છે.

ભારતથી ચીનમાં દાણચોરીના માધ્યમથી મોરપીંછ મોકલવામાં આવી રહ્યા હતા. નિકાસ કાર્ગોમાં કોયરની ડોર મેટ હોવાનું જણાવવામાં આવ્યું હતું, પણ અસલમાં તેમાં મોરપીંછ મોકલવામાં આવી રહ્યા હતા. આટલી મોટી સંખ્યામાં મોરપીંછ પકડાયા હોવાના કિસ્સાએ સૌને ચોંકાવી દીધા છે. નોંધનીય છે કે વાઇલ્ડલાઇફ (પ્રોટેક્શન) એક્ટ, 1972 હેઠળ મોરપીંછની નિકાસ પર પ્રતિબંધ છે.

મળતી માહિતી અનુસાર, દાણચોરી વિરોધી ઓપરેશનમાં ડીઆરઆઈ દ્વારા જપ્ત કરવામાં આવેલા કન્સાઈનમેન્ટની ઝીણવટભરી તપાસ કરવામાં આવી છે. આ અભિયાનમાં લગભગ 28 લાખ મોરપીંછ
અને મોરના પીંછાની 16000 દાંડી મળી આવી છે. મોરપીંછની કિંમત અંદાજે 2.01 કરોડ રૂપિયા છે. આ જપ્તીની કાર્યવાહી કસ્ટમ્સ એક્ટ 1962ની કલમ 110 હેઠળ કરવામાં આવી છે.

મોરપીંછના નિકાસકારે ગેરકાયદેસર નિકાસમાં તેની સંડોવણી કબૂલ કરી હતી. હાલમાં તેની ધરપકડ કરીને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. આ ગુના સાથે જોડાયેલા વધુ લોકો અને તેમના નેટવર્કને બહાર કાઢવા માટે વધુ તપાસ ચાલી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button