મનોરંજન

Happy Birthday: Kapoor familyના આ સભ્યના ભાગમાં સંઘર્ષ વધારે આવ્યો ને સફળતા ઓછી

Film industry હોય કે અન્ય કોઈપણ ક્ષેત્ર હોય પોતાના બળે નામ અને દામ કમાવવા અઘરા જ છે, પણ આજના બર્થ ડે સેલિબ્રિટીનું ખાનદાન ફિલ્મજગતમાં જ હોવા છતાં તેઓ જોઈએ તેટલી સફળતા ન મેળવી શક્યા અને આ સાથે વ્યક્તિગત જીવન પણ સામાન્ય રહ્યું નહીં. વાત છે કપૂર ખાનદાનના પુત્ર અને શૉ મેન કહેવાતા રાજ કપૂર (Raj Kapoor)ના મોટા દીકરા રણધીર કપૂર (Randhir Kapoor)ની. આજે રણધીર કપૂર 77મો જન્મદિવસ મનાવી રહ્યા છે. પિતા જેવો ચહેરો, સારી પર્સનાલિટી અને ફિલ્મી બેકગ્રાઉન્ડ બધું હોવા છતાં રણધીર કપૂર (Randhir Kapoor)સફળતાની સીડીઓ ચડી શક્યા નહીં.

પિતાની ફિલ્મ કલ આજ ઔર કલથી 1971માં રણધીર કપૂરે ડેબ્યુ કર્યું. ત્યારબાદ રામપુરના લક્ષ્મણ, પોંગા પંડિત, કસમે વાદે, જેવી ફિલ્મો તેમણે કરી. 1971નું વર્ષ તેમની માટે બીજી રીતે પણ મહત્વનું રહ્યું. આ જ વર્ષે તેમણે અભિનેત્રી બબીતા સાથે લગ્ન કર્યા. બન્ને બે વર્ષથી ડેટ કરતા હતા પરંતુ પિતા રાજ કપૂરના ડરને લીધે કોઈને ખબર પડવા દીધી ન હતી. કલ આજ ઔર કલના સેટ પર પરિવારને પણ ખબર પડી ગઈ.

કહેવાય છે કે કપૂર ખાનદાન આ લગ્નની સંમતિ ન હતું આપતું તે માટે રણધીરે તેમને મનાવવા પડ્યા હતા. કપૂર ખાનદાનની વહુ બન્યા બાદ બબીતાએ પરંપરા અનુસાર ફિલ્મોમાં કામ કરવાનું છોડી દીધું. જોકે મિડિયા રિપોર્ટ્સ અનુસાર રણધીર અને બબીતા વચ્ચે મતભેદો થતાં લગ્નના અમુક વર્ષો બાદ તેઓ બન્ને એકબીજાથી અલગ રહેવા લાગ્યા હતા. બબીતા (Babita)એ કરિશ્મા અને કરિના સાથે અલગ રહેવાનું પસંદ કર્યું. રણધીરે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે અમારા લવમેરેજ હોવા છતાં અમે ઘણી વાતે અલગ હતા એટલે અમે અલગ રહેવાનું પસંદ કર્યું.

જોકે દીકરીઓ મોટી થતાં બન્નેનો સંબંધ ફરી તાજો થયો. રણધીરે એક ઈન્ટરવ્યુમાં એમ પણ કહ્યું હતું કે હું એક પતિ અને પિતા તરીકે જવાબદારીઓ નિભાવી શક્યો નથી. બબીતાએ કપૂર ખાનદાનની પરંપરા તોડી કરિશ્મા (Karishma Kapoor)ને ફિલ્મમાં કામ કરવાની અનુમતિ આપી હતી. રણધીર ધીમે ધીમે ફિલ્મોથી ગાયબ થયા.

જોકે તેમણે નિર્દેશનમાં હાથ અજમાવ્યો. છેલ્લે તેઓ 2014ની હાઉસફુલ અને તે બાદ આવેલી સુપર નાની ફિલ્મમાં જોવા મળ્યા હતા. રણધીરને તેમનાં જન્મદિવસે શુભકામનાઓ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા