ટોપ ન્યૂઝસ્પોર્ટસ

IND vs ENG 3rd Test: રાજકોટમાં ટેસ્ટ મેચ શરુ થતાની સાથે આ વર્લ્ડ રેકોર્ડ બન્યો, ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર…

રાજકોટ: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે શ્રેણીની ત્રીજી મેચ શરુ થઇ ચુકી છે. આ મેચ બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. હાલમાં બંને ટીમ સિરીઝમાં 1-1થી બરાબરી પર છે. આવી સ્થિતિમાં બંને ટીમોની નજર આ મેચ જીતીને શ્રેણીમાં લીડ મેળવવા પર રહેશે. આ દરમિયાન આ મેચ શરુ થતાની સાથે જ ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો હતો.

ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ત્રીજી ટેસ્ટ મેચમાં પ્રવેશતાની સાથે જ એક મોટી સિદ્ધિ પોતાના નામે કરી લીધી છે. 32 વર્ષનો બેન સ્ટોક્સ આજે તેની 100મી ટેસ્ટ મેચ રમવા મેદાન પર ઉતાર્યો છે. 100 ટેસ્ટ મેચ રમનાર ઈંગ્લેન્ડ તરફથી 16મો ક્રિકેટર બન્યો છે. જયારે ક્રિકેટ વિશ્વમાં 76મો ટેસ્ટ ક્રિકેટર બની ગયો છે. સચિન તેંડુલકરે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધુ 200 ટેસ્ટ મેચ રમી છે.


બેન સ્ટોક્સની 100મી ટેસ્ટ મેચ સાથે ઈંગ્લેન્ડની ટીમે ક્રિકેટ ઈતિહાસમાં રેકોર્ડ બનાવી લીધો છે. ઈંગ્લેન્ડ એવો પહેલો દેશ બની ગયો છે જ્યાંથી 16 ખેલાડીઓએ ટેસ્ટમાં 100 કે તેથી વધુ મેચ રમી છે. ઓસ્ટ્રેલિયા આ યાદીમાં 15 ખેલાડીઓ સાથે બીજા સ્થાને છે. ત્યારબાદ આ યાદીમાં 13 ખેલાડીઓ સાથે ભારતનું નામ આવે છે.


ઈંગ્લેન્ડના બેન સ્ટોક્સે 2013માં ઈંગ્લેન્ડ તરફથી ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. અત્યાર સુધીમાં તેણે ઈંગ્લેન્ડ માટે 99 ટેસ્ટ મેચમાં 6251 રન બનાવ્યા છે જેમાં 13 સદી અને 31 અડધી સદી સામેલ છે. આ સિવાય તેણે ટેસ્ટ મેચમાં 197 વિકેટ પણ લીધી છે. બેન સ્ટોક્સે ઈંગ્લેન્ડ માટે 114 ODI અને 43 T20 મેચ પણ રમી છે. તે ઈંગ્લેન્ડ માટે ODI વર્લ્ડ કપ 2019 અને T20 વર્લ્ડ કપ 2022 જીતનારી ટીમનો ભાગ રહ્યો છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત