
રાજકોટ: ટીમ ઈન્ડિયા ફરી એકવાર ઈંગ્લેન્ડ સામે ટક્કર માટે તૈયાર છે. ભારત અને ઈંગ્લેન્ડની ટીમ વચ્ચે આજથી રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં સિરીઝની ત્રીજી મેચ રમાશે.
ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચ માટે ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટીમ ઈન્ડિયાએ પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કર્યા છે. સરફરાઝ ખાન અને ધ્રુવ જુરેલને ડેબ્યૂ કરવાની તક મળી છે. મોહમ્મદ સિરાજ અને રવિન્દ્ર જાડેજા પણ પ્લેઈંગ ઈલેવનમાં પરત ફર્યા છે. અક્ષર પટેલ અને મુકેશ કુમારને બ્રેક આપવામાં આવ્યો છે.
ભારતની પ્લેઈંગ ઈલેવન: યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, રજત પાટીદાર, સરફરાઝ ખાન, રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ. ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન: જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ (કેપ્ટન), બેન ફોક્સ (વિકેટકીપર), રેહાન અહેમદ, ટોમ હાર્ટલી, માર્ક વુડ, જેમ્સ એન્ડરસન.
સરફરાઝ ખાન ટીમ ઈન્ડિયા માટે પોતાની ડેબ્યૂ મેચ રમશે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેનો રેકોર્ડ અત્યાર સુધી સારો રહ્યો છે. તેણે તાજેતરમાં અમદાવાદમાં ઈંગ્લેન્ડ લાયન્સ સામે સદી ફટકારી હતી.