શેર બજાર

સેન્સેક્સ નીચી સપાટી સામે ૧૦૨૩ પોઇન્ટ ઊછળ્યો, નિફ્ટી ફરી ૨૧,૮૫૦ની નજીક પહોંચ્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિશ્ર્વબજારના નબળા સંકેત પાછળ નીચા ગેપ સાથે શરૂઆત કર્યા બાદ ભારતીય શેરબજારે સત્રના પાછલા ભાગમાં ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોમાં નવેસરની લેવાલીનો ટેકો મળતાં જોરદાર જમ્પ લગાવી હતી અને સેન્સેક્સે નીચી સત્રની નીચી સપાટીથી ૧૦૨૩ પોઇન્ટની ઊંચી છલાંગ લગાવી હતી જ્યારે, નિફ્ટી ૨૧,૮૫૦ની નિકટ પહોંચી ગયો હતો.

સતત બીજા દિવસની આગેકૂચમાં સેન્સેક્સ૨૬૭.૬૪ પોઇન્ટ અથવા તો ૦.૩૭ ટકાના સુધારા સાથે ૭૧,૮૨૨.૮૩ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. સત્ર દરમિયાન બેન્ચમાર્ક ભારે અફડાતફડી સાથે ૭૧,૯૩૮.૫૯ પોઇન્ટ અને ૭૦,૮૦૯.૮૪ પોઇન્ટ વચ્ચે ફંગોળાયો હતો. એજ રીતે, એનએસઇનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી ૨૧,૫૩૦.૨૦ પોઇન્ટ સુધી લપસી ગયો હતો, પરંતુ દિવસના અંતે ૯૬.૮૦ પોઈન્ટ્સ અથવા ૦.૪૫ ટકા વધીને ૨૧,૮૪૦ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. નિફ્ટી બેન્ક ઇન્ડેક્સ પણ દિવસના ૧,૦૦૦ પોઇન્ટથી વધુ વધ્યો હતો.

સ્ટેટ બેન્ક ૪.૨૪ ટકાના ઉછાળા સાથે ટોપ ગેઇનર શેર બન્યો હતો. આ ઉપરાંત ટાટા સ્ટીલ, મારુતિ, એનટીપીસી, પાવરગ્રીડ આઇટીસી, નેસ્લે ઇન્ડિયા, બીપીસીએલ, કોલ ઈન્ડિયા, ઓએનજીસી અને એક્સિસ બેંક નિફ્ટીમાં ટોપ ગેનર્સમાં સામેલ હતા, જ્યારે ટેક મહિન્દ્રા, સિપ્લા, સન ફાર્મા, ટીસીએસ, ઇન્ફોસિસ અને એચડીએફસી બેન્ક ટોપ લૂઝર્સ શેર રહ્યાં હતાં.

મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં પ્રત્યેકમાં એકાદ ટકાનો વધારો થયો છે. પ્રવેગ લિમિટેડે અયોધ્યામાં પ્રવેગ ટેન્ટ સિટીના અનાવરણની સાથે પરિણામોની જાહેરાત કરી છે. કંપનીએ નાણાકીય વર્ષ ૨૦૨૪ના ત્રીજા ત્રિમાસિકમાં રૂ. ૩૪ કરોડની કુલ આવક, રૂ. ૧૩ કરોડનું એબિટા, આઠ કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો અને ૨૪ ટકાનું એનઆઇએમ જાહેર કર્યું છે. કંપનીને દીવ ખાતે નાગોઆ બીચ, જલંધર હાઉસ અને સિલ્વાસા ખાતે દમણગંગા સર્કિટ હાઉસ માટે ત્રણ વર્ક ઓર્ડર મળ્યા છે.

વ્યક્તિગત શેરોમાં હિન્દુસ્તાન કોપર, ગુજરાત ગેસ અને ગ્લેનમાર્ક ફાર્મામાં ૨૦૦ ટકાથી વધુનો વોલ્યુમ ઉછાળો જોવા મળ્યો હતો. એક્સચેન્જિંગ સોલ્યુશન્સ, જુબિલન્ટ ઇન્ડસ્ટ્રીઝ, મારુતિ સુઝુકી, ટ્રેન્ટ, ઝાયડસ લાઇફસાયન્સ, સાસ્કેન ટેક્નોલોજીસ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, સહિત ૨૦૦થી વધુ શેરોએ બીએસઇ પર તેમની બાવન સતાહની ટોચને સ્પર્શી હતી. એશિયાઇ બજારોમાં જાપાનનો નિક્કી-૨૨૫ નેગેટીવ ઝોનમાં ગબડ્યો હતો, જ્યારે હોંગકોંગનો હેંગસેંગ અને દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ ગ્રીન ઝોનમાં સેટલ થયા હતા. ચાઇનાના નાણાકીય બજારો લ્યુનાર યર હોલિડેને કારણે બંધ રહ્યાં હતાં. યુરોપના બજારોમાં ખૂલતા સત્રમાં સુધારો જોવા મળ્યો હતો. જ્યારે મંગળવારે અમેરિકાની બજારોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો.

સેન્સેક્સની ૮ કંપનીઓ વધી, ૩ કંપનીઓ ઘટી અને ૧૯ સ્થિર રહી હતી. માર્કેટ કેપ રૂ. ૩૮૪.૮૫ લાખ કરોડ રહ્યું હતું. બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં સેન્સેક્સ ૫૦ ઈન્ડેક્સ ૦.૪૬ ટકા, બીએસઈ ૧૦૦ ઈન્ડેક્સ ૦.૫૯ ટકા, બીએસઈ મીડ કેપ ૧.૨૬ ટકા, બીએસઈ સ્મોલ કેપ ૧.૧૬ ટકા, બીએસઈ ૨૦૦ ઈન્ડેક્સ ૦.૬૭ ટકા, બીએસઈ ૫૦૦ ઈન્ડેક્સ ૦.૭૧ ટકા, બીએસઈ ઓલ કેપ ૦.૭૬ ટકા અને બીએસઈ લાર્જ કેપ ૦.૫૫ ટકા વધ્યા હતા.આઈપીઓ ઈન્ડેક્સ ૧.૪૮ ટકા અને એસએમઈ આઈપીઓ ૧.૮૪ ટકા વધ્યા હતા.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત