રાજ્યસભાની ચૂંટણી જંગનું મેદાન અને ખેલાડીઓ બન્ને તૈયાર
મુંબઈ: આગામી રાજ્યસભા ચૂંટણી માટે બધા જ પક્ષોએ પોત પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરવાની શરૂ કરી દેતા ચૂંટણીના જંગનું મેદાન તૈયાર થઇ ગયું છે. કૉંગ્રેસ, ભાજપ, એકનાથ શિંદે જૂથની શિવસેના તરફથી ચૂંટણી માટે ઉમેદવારો પણ જાહેર કરી દેવાયા છે. એટલે કે ચૂંટણીના જંગનું મેદાન અને ખેલાડીઓ બંને તૈયાર છે. જ્યારે ભાજપ તરફથી હાલમાં જ કૉંગ્રેસમાંથી ભાજપમાં સામેલ થયેલા ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણ, મેધા કુલકર્ણી અને અજિત ગોપછડેને ઉમેદવારી આપી છે. બીજી એકનાથ શિંદે જૂથની શિવસેનામાં સામેલ થયેલા કૉંગ્રેસના કદાવર નેતા મિલિંદ દેવરાને શિંદે જૂથ દ્વારા રાજ્યસભાના સાંસદપદ માટે ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. જ્યારે કૉંગ્રેસે ચંદ્રકાંત હંડોરેને ઉમેદવાર ઊભા રાખ્યા છે. અજિત પવાર જૂથની એનસીપી દ્વારા પણ ઉમેદવારની પસંદગી કરી લેવાઇ છે. તેમણે પ્રફુલ્લ પટેલને રાજ્યસભા સાંસદ માટે ઉમેદવાર તરીકે ઊભા રાખ્યા છે.
હવે શરદ પવાર જૂથની એનસીપી અને ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેના રાજ્યસભાની ચૂંટણી માટે ક્યા ઉમેદવારોને પસંદ કરે છે એ જોવું રહ્યું.