લાડકી

ઓલ ટાઈમ ફેવરિટ કુર્તી

ફેશન વર્લ્ડ -ખુશ્બુ મુલાણી ઠક્કર

ઘણા લાંબા સમયથી ચાલતી આવતી આપણી સહુની ફેવરિટ કુર્તી ક્યારેય પણ આઉટ ઓફ ફેશન થતી નથી.બધી જ વયની મહિલા પહેરી શકે.બધા જ પર્પઝ સોલ્વ થઇ શકે. કુર્તી એ એક ભારતીય મહિલા દ્વારા પહેરવામાં આવતું એક ટ્રેડિશનલ આઉટફિટ છે.

કુર્તીને ઘણી બધી જુદી જુદી રીતે પહેરી શકાય, જેમકે કેઝ્યુઅલથી લઈને ફોર્મલી. કુર્તી જુદા જુદા તેમજ અલગ અલગ જાતની પ્રિન્ટમાં આવે છે.એને તમે સિઝન પ્રમાણે સિલેક્ટ કરી પહેરી શકો.
કુર્તીમાં જે પ્રિન્ટ અને ફેબ્રિક સિલેક્ટ કરવામાં આવે છે તેના પરથી ડિસાઈડ કરી શકાય કે કુર્તી કેઝ્યુઅલી પહેરવી છે કે ફોર્મલી, જેમકે રેયોન ફેબ્રિક પ્રિન્ટેડ કુર્તી ઓલ સિઝન માટે સારી પડશે. કુર્તીમાં પણ ઘણી પ્રિન્ટ આવે છે, જેમકે ફ્લોરલ, જોમેટ્રીક, એબ્સ્ટ્રેક્ટ, ઇક્ત, પેઝલી, બ્લોક પ્રિન્ટ, એનીમલ, બાંધણી, લહેરિયા, ડિજિટલ વગેરે વગેરે.

કુર્તીની પ્રિન્ટ સિલેક્ટ કરતી વખતે ખૂબ જ ધ્યાન રાખવું જેમકે, જો તમારું શરીર સુડોળ હોય તો તમે કોઈ પણ પ્રિન્ટની કુર્તી પહેરી શકો. અને હા, જો તમારું શરીર ભરેલું હોય તો ઝીણી પ્રિન્ટની કુર્તી પહેરવી. ક્યારેક કુર્તીમાં ઘણી વાઇબ્રન્ટ પ્રિન્ટ આવે છે, જે યન્ગ યુવતીઓ પર વધારે સારી લાગી શકે. આમ તો કુર્તીની લેન્થ કની લેન્થ હોય છે, પરંતુ બદલાતા ટ્રેન્ડ પ્રમાણે કુર્તીની લેન્થમાં વેરિએશન જોવા મળે છે. કુર્તીની લેન્થ પ્રમાણે બોટમની પસંદગી કરવી.

કુર્તીને શા માટે ઓલ ટાઈમ ફેવરિટ કહેવામાં આવે છે એનું કારણ કે,કુર્તી યન્ગ યુવતીઓ કોલેજમાં પહેરી શકે તો હોમ મેકર ઘરમાં પહેરી શકે.

ડાન્સ કલાસમાં, માર્કેટમાં કે અચાનક જ કોઈ ફંક્શનમાં જવાનું આવે તો કુર્તી પહેરાય.કિટી પાર્ટીમાં કે પછી મુવી માટે કુર્તી ચાલે. સરત માત્ર એટલી જ કે ઇવેન્ટ પ્રમાણે કુર્તીની પેટર્ન,કલર અને પ્રિન્ટની પસંદગી કરવી.

એક જ કુર્તીને ઇવેન્ટ પ્રમાણે અલગ અલગ લુક આપી શકાય, જેમકે ઘરમાં જો કોઈ કુર્તી સાથે લેગિંગ પહેરતું હોય તો મુવી માટે કુર્તી સાથે પેન્ટ પહેરી શકાય, જેના લીધે ડ્રેસી લુક આવે.જો ટ્રેડિશનલી કુર્તી પહેરવી હોય તો કુર્તી સાથે પ્લેન કલરનો શિફોનનો ઘાઘરો પહેરી શકાય અથવા પ્લાઝો પહેરી એક ઈન્ડો -વેસ્ટર્ન લુક આપી શકાય. જો ઓફિસમાં પહેરવી હોય તો કુર્તી સાથે સિગાર પેન્ટ પેહરી એક ફોર્મલ લુક આપી શકો. ઓફિસ વેર માટે પ્લેન કુર્તીની પસંદગી કરવી.

પ્લેન કુર્તી સાથે સિગાર પેન્ટ અથવા પ્લાઝો પહેરી એક સ્માર્ટ લુક આપી શકાય. અથવા તો એન્કલ લેન્થ ડેનિમ સાથે પ્લેન કુર્તી પહેરી શકાય. અથવા તો જો તમારે ઓફિસમાં કુર્તી પહેરવી હોય તો,સ્ટ્રાઈપ વાલી કુર્તી અથવા ઝીણી બુટ્ટી વાલી પેઇન્ટ અથવા ડિજિટલ પ્રિન્ટની કુર્તી પહેરી શકાય. ઓફિસ વેર માટે બોલ્ડ પ્રિન્ટ પસંદ ન કરવી. સોબર કલર અને ડીસન્ટ પ્રિન્ટ ઓફિસ વેર માટે પર્ફેકટ છે … કુર્તીમાં પ્રિન્ટ સાથે વર્ક પણ આવે છે. વેરાઈટી ઓફ મશીન વર્ક અને હેન્ડ વર્ક પણ કુર્તી આવે છે. બોટમ મિક્સ એન્ડ મેચ કરવાનું.વર્કવાળી કુર્તી સાથે પ્રિન્ટેડ પ્લાઝો પહેરી શકાય.
ઘણી વખત ઈકોનોમિકલી વિચારીએ તો મોંઘા ડ્રેસ વસાવતા અઘરા લાગે છે. મોટા ભાગે બધીજ સ્ત્રીઓ પાસે રેગ્યુલર કલરના એટલે કે, બ્લેક, મરૂન, બ્લુ, ગોલ્ડન જેવા બોટમ્સ રેડી જ હોય છે .ત્યારે માર્કેટમાં જે પણ કેઝ્યુઅલ કે ફોર્મલ કુર્તી મળે તે લઈ લેવી અને ઇવેન્ટને અનુરૂપ મિક્સ એન્ડ મેચ કેરી પહેરી શકાય. હેવી ડ્રેસ રિપીટ કરવા ગમતા નથી.કુર્તીની રેન્જ એટલી ઈકોનોમિકલ હોય છે કે જો તમે ધારો તો અલગ અલગ ઇવેન્ટમાં અલગ અલગ કુર્તી પહેરી એક ‘ઓલ્વેઝ ઈન ન્યૂ ડ્રેસ’ ના કોર્ટમાં ફિટ થઇ શકો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button