ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
મરાઠી – ગુજરાતી સમાનાર્થી શબ્દોની જોડી બનાવો
A B
मरु મોંઘું
मरुत પર્વત
मर्कट નરમ
मवाळ વાનર
महाग હવા
ઓળખાણ પડી?
અંગ્રેજીમાં વોટર લીલી તરીકે ઓળખાતા આ ફૂલ ગુજરાતીમાં કયા નામથી ઓળખાય છે? જોકે, આ ફૂલનો પાણીમાં ઝડપી વિકાસ ડ્રેનેજ સિસ્ટમ માટે ક્યારેક બાધા ઊભી કરે છે.
અ) જળ પરી બ) ગુલબહાર ક) પોયણી ડ) જળ યામિની
ગુજરાત મોરી મોરી રે
અટપટી રીતે સમજાવતા સંબંધને ઓળખી કાઢો. કોઈ સ્ત્રીના એકમાત્ર સગા ભાઈના સસરાની દીકરીનો દીકરો એ સ્ત્રીને શું કહીને બોલાવે એ દિમાગ દોડાવી જણાવો જોઉં.
અ) મામી બ) સાળી ક) કાકી ડ) ફોઈ
જાણવા જેવું
વનસ્પતિના મુખ્ય બે ભેદ કે વર્ગ છે. ફૂલવાળો અને ફૂલ વગરના. સ્થાવરોની સૃષ્ટિના છ ભેદ છે: વનસ્પતિ, ઔષધિ, લતા, વાંસ વગેરે, વીરુધ અને વૃક્ષ. પુષ્પ વિના ફળે છે તે વનસ્પતિ, ફળ આવ્યા પછી નાશ પામે તે ઔષધિ. ચઢવા માટે આધાર જોઈએ તે લતા, જેની છાલમાં જ સાર હોય તે વાંસ વગેરે. જે કઠણ હોવાથી બીજાના આધાર વિના રહી શકે તે છોડ વીરુધ. જેમાં ફૂલ આવ્યા પછી ફળ આવે છે તે વૃક્ષ કહેવાય છે.
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
આપેલા વાક્યમાં દૂધની મલાઈ સંતાઈને બેઠી છે એ શોધી કાઢો જોઉં.
આસપાસ આકાશમાં અંતરમાં આભાસ, ઘાસચાસની પાસ પણ વિશ્ર્વપતિનો વાસ.
નોંધી રાખો
જીવનમાં ઘણી બાબતો દેખાય એટલી સહેલી નથી હોતી. એક સીધી લીટી ફૂટપટ્ટી વગર દોરવાની કોશિશ કરી જોજો. સરળ બનવું ધારીએ તેટલું સહેલું નથી હોતું.
માઈન્ડ ગેમ
ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટેસ્ટ ટીમ તેમજ ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમ વતી રમેલા ભારતીય ક્રિકેટરનું નામ આપેલા વિકલ્પમાંથી શોધી કાઢો.
અ) રણજીતસિંહજી બ) સી કે નાયડુ
૩) ઈફ્તિખાર અલી પટૌડી
૪) દત્તુ ગાયકવાડ
ગયા ગુરુવારના જવાબ
ભાષા વૈભવ
A B
ठणका વેદના
ठसका ઉધરસ
ठळक મહત્ત્વનું
ठाऊक માહિતગાર
ठाम દ્રઢ
ગુજરાત મોરી મોરી રે
દીકરી
ઓળખાણ પડી?
પરાગનયન
માઈન્ડ ગેમ
ડગ્લસ જાર્ડિન
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
સૂડો
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) મુલરાજ કપૂર (૩) શ્રદ્ધા આશર (૪) ભારતી બુચ (૫) ડો. પ્રકાશ કટકિયા (૬) ભારતી કટકિયા (૭) ખુશરૂ કાપડિયા (૮) વિભા મહેશ્ર્વરી (૯) પુષ્પા પટેલ (૧૦) લજિતા ખોના (૧૧) મહેશ સંઘવી (૧૨) મીનળ કાપડિયા (૧૩) મહેન્દ્ર લોઢાવિયા (૧૪) મનીષા શેઠ (૧૫) ફાલ્ગુની શેઠ (૧૬) હીરા જે. શેઠ (૧૭) હર્ષા મહેતા (૧૮) નિખિલ બંગાળી (૧૯) અમીશી બંગાળી (૨૦) નંદકિશોર સંજાણવાળા (૨૧) તાહેર ઔંરગાબાદવાલા (૨૨) શીરીન ઔરંગાબાદવાલા (૨૩) કલ્પના આશર (૨૪) ભાવના કર્વે (૨૫) સુરેખા દેસાઈ (૨૬) દેવેન્દ્ર સંપટ (૨૭) મહેશ દોશી (૨૮) સુભાષ મોમાયા (૨૯) જગદીશ ઠક્કર (૩૦) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૩૧) ઈનાક્ષી દલાલ (૩૨) હિના દલાલ (૩૩) રમેશ દલાલ (૩૪) જ્યોત્સના ગાંધી (૩૫) પુષ્પા ખોના (૩૬) નિતીન બજરિયા (૩૭) દિલીપ પરીખ (૩૮) પ્રવીણ વોરા (૩૯) રજનીકાંત પટવા (૪૦) સુનીતા પટવા (૪૧) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૨) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૪૩) નયના ગિરીશ મિસ્ત્રી (૪૪) વિણા સંપટ (૪૫) જ્યોતિ ખાંડવાલા (૪૬) ધીરેન્દ્ર ઉદ્દેશી (૪૭) અબદુલ્લા એફ. મુનીમ (૪૮) જયવંત પદમશી ચિખલ