આપણું ગુજરાત

અમદાવાદમાં સી પ્લેનના ઠેકાણા નથી ત્યાં વધુ ચાર જગ્યાથી સેવા શરૂ કરવાની તૈયારી

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતના પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે અમદાવાદથી કેવડિયા કોલોની સુધી શરૂ કરાયેલા સી પ્લેન સેવાને ટેક્નિકલ કારણોસર બંધ કરી દેવામાં આવી છે તેને હવે ફરીથી ક્યારથી ચાલુ કરવામાં આવશે, તેના મુદ્દે ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષ કૉંગ્રેસે ભાજપ સરકારને ભીંસમાં લીધી હતી. ઉદ્યોગ અને નાગરિક ઉડ્ડયન પ્રધાન બલવંતસિંહ રાજપૂતે જાહેર કર્યું હતું કે, હવે ભારત સરકારનો સહયોગ લઇ નવેસરથી આ સેવા શરૂ કરવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. એ જ રીતે સરકાર કેવડિયા કોલોની ઉપરાંત ધરોઇ સહિત ચાર સ્થળે આવી સેવાનો લાભ પ્રવાસીઓને આપવા માટે કટિબદ્ધ છે.

વિધાનસભા ગૃહની બીજી બેઠકમાં પ્રશ્ર્નોત્તરીકાળ દરમિયાન કૉંગ્રેસના ધારાસભ્ય ડૉ. તુષાર ચૌધરીએ જાણવા માગ્યું હતું કે, ૨૦૧૭ ડિસેમ્બરમાં પહેલી વખત સી પ્લેનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રવાસ કર્યો હતો. આ પછી સી પ્લેન ફરીથી ૨૦૨૦માં શરૂ કરાયું. બે મહિના માંડ ચાલ્યું હશે ને રિપેર થવા વિદેશ ગયા પછી હજુ પાછું આવ્યું નથી ત્યારે સરકાર સી પ્લેન સેવા ફરીથી શરૂ કરવા માગે છે કે કેમ?

પ્રઘાન રાજપૂતે કહ્યું હતુ કે, આ પ્લેન પહેલી વખત ૨૦૧૭માં પ્રાયોગિક ધોરણે શરૂ કરાયું હતું. ૨૦૨૦ પછી તેણે ૮૦ દિવસમાં ૨૭૬ કલાક ઉડાણ ભરીને ૨૧૯૨ મુસાફરને પ્રવાસ કરાવ્યો હતો, પરંતુ કોઇ ટેક્નિકલ ખામી ઊભી થતાં તેના રિપેરિંગ માટે વિદેશ લઇ જવાયું છે, હવે નવેસરથી સી પ્લેન સેવા માટે પ્રયત્નો ચાલી રહ્યા છે. અન્ય એક પૂરક પ્રશ્ર્નના ઉત્તરમાં રાજપૂતે ઉમેર્યું કે, ૨૦૨૧-૨૨માં કોરોના મહામારી અને ૨૦૨૨-૨૩માં સી પ્લેન કાર્યરત ન હોવાથી ૧૧ કરોડની નાણાકીય જોગવાઇ રકમમાંથી રૂ. ૪.૪૯ કરોડની રકમ વણવપરાયેલી રહી છે. હાલ આ સેવા ચાલુ નથી. કૉંગ્રેસના સિનિયર સભ્ય અર્જુન મોઢવાડિયાએ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી કે, ૫૦ વર્ષ જૂના સી પ્લેનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મુસાફરી કરાવવી એ પણ એમની સુરક્ષાને લઇ ચિંતાજનક બાબત છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ