આમચી મુંબઈટોપ ન્યૂઝમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

લોકસભાની ચૂંટણી પહેલા જાણી લેજો મહત્ત્વની માહિતી, પ્રશાસને તૈયારીઓ શરુ કરી

મુંબઈ: રાજકીય પક્ષો લોકસભાની ચૂંટણીની તૈયારી કરી રહ્યા છે અને હવે એની સાથે સરકારી એજન્સી પણ ચૂંટણીને લઈને યુદ્ધના ધોરણે કામ કરી રહી છે. આગામી લોકસભાની ચૂંટણી માટે મતદારોને મતદારયાદીમાં પોતાનું નામ નોંધાવાની તક છે. નવું નામ તપાસવા અથવા નામ નોંધણી માટે મદદ નંબર જાહેર કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, મતદાર યાદીમાં નવું નામ નોંધાવવાની સાથે નામ સાચું છે કે નહીં એ પણ તપાસી લેવાની અપીલ કરવામાં આવી છે.

આગામી લોકસભાની ચૂંટણીની જાહેરાત પહેલા મુંબઈ શહેર અને ઉપનગરોનામાં નવી મતદાર નોંધણી ઝુંબેશને વધુ વેગ આપવા માટે મુંબઈ શહેર અને મુંબઈ ઉપનગરીય જિલ્લા અને મુંબઈ મહાનગરપાલિકા સાથે મળીને વિશેષ ઝુંબેશ હાથ ધરશે.

આ માટે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર ઈકબાલ સિંહ ચહલની અધ્યક્ષતામાં બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં મુંબઈ મહાનગરપાલિકાના તમામ સંબંધિત વિભાગના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં ૧૮ વર્ષથી વધુ વયના નાગરિકો માટે ખાસ મતદાર નોંધણી ઝુંબેશ હાથ ધરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

મુંબઈ મહાનગરપાલિકા પાસે ઉપલબ્ધ માહિતીના આધારે વિકલાંગ મતદારો સુધી પહોંચવા, આરોગ્ય વિભાગ પાસેથી ઉપલબ્ધ માહિતીની ચકાસણી કરીને મતદાર યાદીમાં પથારીવશ નાગરિકોના નામોની ખરાઈ કરવામાં આવશે.

ઉપરાંત, મુંબઈ શહેર અને ઉપનગરીય જિલ્લા હેઠળ આવતી મુંબઈ યુનિવર્સિટી, એસએનડીટી મહિલા યુનિવર્સિટી, આરોગ્ય યુનિવર્સિટી અને હોમી ભાભા સ્ટેટ યુનિવર્સિટી સહિત મુંબઈ શહેર અને ઉપનગરોમાં ખાનગી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સાથે સંકલન કરીને નવા મતદારોની નોંધણી વધારવાના વિશેષ આયોજન અંગે આ બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી સંજય યાદવે અપીલ કરી હતી કે આગામી લોકસભાની ચૂંટણી માટે તમે તમારું નામ મતદાર યાદીમાં નોંધાવો, મતદાર યાદીમાં તમારું નામ તપાસો, અને જો તમારું નામ ન હોય તો, voters.eci.gov.in/ Voter હેલ્પલાઈન મોબાઈલ એપ/ મતદાર હેલ્પલાઈન નંબર 1800221950 પર સંપર્ક કરો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button