આમચી મુંબઈમહારાષ્ટ્ર

ચવ્હાણે કાલે કોંગ્રેસ છોડ્યું ને આજે ભાજપે આપી મોટી ભેટ…

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન અને કૉંગ્રેસના નેતા અશોક ચવ્હાણ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં જોડાયા પછી (2024ની લોકસભાની ચૂંટણી પહેલા) હજી કેટલા વિરોધી પક્ષના મહત્ત્વના નેતાઓ ભાજપમાં સામેલ થવાની ચર્ચા વચ્ચે આજે ભાજપે રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ભાજપે મહારાષ્ટ્રમાંથી અશોક ચવ્હાણનું નામ જાહેર કર્યું છે. સોમવારે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા પછી ભાજપમાં સત્તાવાર રીતે મંગળવારે જોડાયા હતા હવે ભાજપે રાજ્યસભાના ઉમેદવારોની યાદીમાં અશોક ચવ્હાણનું નામ જાહેર કરીને મોટી ભેટ આપી છે, જ્યારે સૌ રાજકારણીઓને ચોંકાવ્યા પણ છે.

ભાજપ દ્વારા મહારાષ્ટ્રમાંથી રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવારોના નામની યાદી બહાર પાડવામાં આવી છે. મહારાષ્ટ્ર રાજ્યસભા માટે મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અશોક ચવ્હાણ, મેઘા કુલકર્ણી અને અજિત ગોપછડેને ઉમેદવાર જાહેર કર્યાં છે.

12 ફેબ્રુઆરી 2024ના રોજ કૉંગ્રેસમાંથી રાજીનામું આપીને બીજા દિવસે ભાજપમાં સામેલ થયેલા પૂર્વ સીએમ અશોક ચવ્હાણને મહારાષ્ટ્રના મરાઠવાડાના એક મોટા અને મહત્ત્વના નેતા તરીકે જાણવામાં આવે છે. મરાઠવાડામાં ચવ્હાણની તાકાતને જોઈને ભાજપે તેમને મહારાષ્ટ્ર રાજ્યસભાની ટિકિટ આપી છે.

ચવ્હાણની સાથે બીજા બે નામમાં મેઘા કુલકર્ણી અને અજિત ગોપછડે આ બે મોટા અને મહત્ત્વના નેતાઓના નામ પણ ભાજપે ઉમેદવારની યાદીમાં મૂક્યા છે. મેઘા કુલકર્ણીના રાજકીય કારકિર્દીની વાત કરીએ તો પુણેના કોથરૂડ સીટથી તેઓ વિધાનસભ્ય રહી ચૂક્યા છે.

છેલ્લી ચૂંટણીમાં મેઘા કુલકર્ણીની જગ્યાએ ચંદ્રકાંત દાદા પાટીલને ટિકિટ મળતા તેઓ નારાજ હોવાની ચર્ચા થઈ હતી. જોકે ભાજપે તેમણે કસબાની સીટના ઉમેદવાર તરીકે ટિકિટ આપી હતી, પણ તેઓ 35 વર્ષની કારકિર્દીમાં પહેલી વખત ચૂંટણીમાં હારી જતાં ભાજપે તેમને રાજ્યસભામાં મોકલવાની તૈયારી દાખવી છે.

મહારાષ્ટ્રમાં ભાજપની યાદીમાં ત્રીજું નામ અજિત ગોપછેડેનું છે. જેઓ 1992માં 22 વર્ષની ઉંમરે કારસેવામાં હતા. અજિત ગોપછેડે એક ડૉક્ટર પણ છે, અને તેમને મરાઠવાડાના એક મોટા નેતા તરીકે પણ તેમની ઓળખ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button