Trupti Dimriની જેમ Fighterની આ હીરોઈન પણ રાતોરાત સ્ટાર બની ગઈ
રણબીર કપૂર ( Ranbir Kapoor)ની સુપરહીટ અને ચર્ચાના ચકડોળે ચડેલી ફિલ્મ એનિમલ( Animal)માં ઝોયાનું પાત્ર ભજવી રાતોરાત સ્ટાર બની જનાર Trupti Dimri યાદ છે ને.. ફિલ્મ ચાલતી હતી ત્યારે રોજ સમાચારોમાં ચમકતી તૃપ્તીએ સપનામાં પણ વિચાર્યું નહીં હોય કે રણબીરની આ ફિલ્મમાં તેણે નિભાવેલો નાનકડો રોલ તેને આટલી ફેમસ કરી દેશે. આવું જ કંઈક બીજી એક હીરોઈન સાથે થયું છે. તેણે અગાઉ પણ એડ ફિલ્મો કરી છે, પણ તેની હમણાં રીલિઝ થયેલી ફિલ્મથી તે સૌના ધ્યાનમાં આવી છે. આ ફિલ્મ છે રિતિક રોશન (Hrithik Roshan) અને દીપિકા પદુકોણ (Deepika Padukon)ને ચમકાવતી ફાઈટર (Fighter) અને આ હીરોઈનનું નામ છે સીરત મસ્ત (Sirat Mast). ફિલ્મમાં રિતિકના કેરેક્ટર પૈટીની ગર્લફ્રેન્ડ બનેલી પાયલટ M J એટલે કે સીરત સૌને ખૂબ ગમી ગઈ છે અને તેની ચર્ચા થઈ રહી છે.
સીરત મૂળ પટિયાલાની છે, પણ તેનાં માતા-પિતા અને પરિવાર ન્યૂઝીલેન્ડમાં રહે છે. સીરત પોતાની એક્ટિંગ કરિયર માટે મુંબઈમાં રહે છે. ફાઈટર તેની ડેબ્યુ ફિલ્મ છે અને આ પહેલા તે શૉર્ટ ફિલ્મ અને એડવર્ટાઈઝમેન્ટ્સ કરી ચૂકી છે. ફાઈટર ફિલ્મમાં રિતિક અને દીપિકા હોવા છતાં સીરતના કામની પણ નોંધ લેવાઈ છે. હવે જોવાનું એ છે કે તે આગળ કઈ અને કેવી ફિલ્મો કરે છે કારણ કે ઘણીવાર એકાદ ફિલ્મથી પ્રસિદ્ધ થયેલા કલાકારો ક્યારે ક્યાં ખોવાઈ જાય તે કોઈને ખબર પડતી નથી.