ટોપ ન્યૂઝનેશનલ

Congressને વધુ એક ફટકો, પૂર્વ પીએમના પૌત્રએ પાર્ટી છોડીને ભાજપમાં કરી Entry

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસની આગેવાનીમાં સત્તાધારી સરકાર સામે મહાગઠબંધન (I.N.D.I.A. Allaince)નું ગઠન કર્યું હતું, પરંતુ એક પછી એક નેતાઓ પાર્ટીને અલવિદા કરીને ઝટકો આપી રહ્યા છે. મહારાષ્ટ્ર કોંગ્રેસમાંથી ત્રણ દિગ્ગજ નેતાએ પાર્ટીને અલવિદા કર્યા પછી હવે ભૂતપૂર્વ વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના પૌત્ર ભાજપ (ભારતીય જનતા પાર્ટી)માં જોડાતા પાર્ટીને સૌથી મોટો ઝટકો આપ્યો છે.

ભૂતપૂર્વ વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના પૌત્ર વિભાકર શાસ્ત્રીએ આજે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું, ત્યારબાદ તેમણે ઉત્તર પ્રદેશ (યુપી)ના ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠકની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં જોડાયા પછી તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પણ પ્રશંસા કરી હતી.

વિભાકર શાસ્ત્રીએ ભાજપમાં જોડાયા પછી એક્સ પર (અગાઉના ટવિટર) લખ્યું હતું કે ‘મને લાગે છે જય જવાન, જય કિસાનના દૃષ્ટિકોણને વધુ મજબૂત બનાવીને દેશની સેવા કરી શકીશ. તેમણે વધુમાં કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના દરવાજા મારા માટે ખોલવા બદલ હું પીએમ મોદી, નડ્ડાજી, અમિત શાહ, સીએમ યોગી આદિત્યનાથજી અને બ્રજેશ પાઠકનો આભાર વ્યક્ત કરું છું.’

વિભાકર શાસ્ત્રીએ કહ્યું હતું કે હું પાર્ટીના નેતૃત્વ અનુસાર કામકાજ કરીશ. I.N.D.I.A. ગઠબંધનની કોઈ વિચારધારા નથી, પરંતુ તેમનો ટાર્ગેટ ફક્ત મોદીજીને હટાવવાનો છે. રાહુલજીએ વાસ્તવમાં સ્પષ્ટ કરવું જોઈએ કે કોંગ્રેસનું શું વિચારધારા છે.


ઉલ્લેખનીય છે કે કોંગ્રેસમાંથી એક પછી એક મોટા નેતાઓ એક્ઝિટ લઈ રહ્યા છે, જેમાં સૌથી પહેલા મહારાષ્ટ્રમાંથી મિલિંદ દેવરા, બાબા સિદ્દિકી પછી પૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને સૌને ચોંકાવ્યા હતા.

અહીં એ જણાવવાનું કે લાલ બહાદુર શાસ્ત્રી ચુસ્ત ગાંધીવાદી વિચારધારા ધરાવતા હતા, જ્યારે 1964માં પૂર્વ પીએમ જવાહરલાલ નહેરુના અવસાન પછી શાસ્ત્રીજી વડા પ્રધાન બન્યા હતા. એટલું જ નહીં, 1965માં પાકિસ્તાન સામેના યુદ્ધ વખતે તેમણે મજબૂત પ્રતિનિધિત્વ કર્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button