આપણું ગુજરાતટોપ ન્યૂઝ

IIMA Placements: વૈશ્વિક મંદી વચ્ચે IIMA ના વિધાર્થીઓનું 100 ટકા પ્લેસમેન્ટ, આ કંપનીઓએ ભાગ લીધો

અમદાવાદ: કોવિડ બાદ વૈશ્વિક અર્થતંત્રમાં મંદીને કારણે અનેક કંપનીઓ કર્મચારીઓની નોકરીમાંથી કાઢી રહી છે, એવામાં શૈક્ષણિક સંસ્થાઓમાં પ્લેસમેન્ટમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ વચ્ચે અમદાવાદની પ્રતિષ્ઠિત મેનેજમેન્ટ ઇન્સ્ટીટયુટ IIM-Aએ 100% વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ કરાવ્યું હતું.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ અમદાવાદ (IIMA) એ સોમવારે 2024 માટે તેની ફાઈનલ પ્લેસમેન્ટ પ્રોસેસ પૂર્ણ કરી હતી. બેંકિંગ, ફાઈનાન્સ સર્વિસ અને ઈન્સ્યોરન્સ, એનાલિટિક્સ અને IT કન્સલ્ટિંગ, કોર મેન્યુફેક્ચરિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિન્યુએબલ એનર્જી અને ગ્રીનટેક, સરકારી સાહસો, એન્ટરપ્રાઇઝ ટેક, ફિનટેક અને લોજિસ્ટિક્સ સેક્ટરની કંપનીઓએ 2024ના PGP ક્લાસ માટે અંતિમ પ્લેસમેન્ટ પ્રોસેસના ત્રીજા ક્લસ્ટરમાં ભાગ લીધો હતો.

IIM-Aના જણાવ્યા મુજબ આ વર્ષની રિક્રુટમેન્ટ પપ્રોસેસમાં ભાગ લેનારા PGP બેચના દરેક વિદ્યાર્થીનું પ્લેસમેન્ટ થઇ ચુક્યું છે, જયારે કેટલાક વિદ્યાર્થીઓ ઇન્ટર્નશિપ પસંદ કરી છે તો કેટલાકે પ્રોસેસમાં ભાગ લીધો ન હતો.

Tata Steel, NPCI, Jio Financial Services, Newgen Software Tech Ltd, Javis, BNP Paribas, Axis Bank અને S&P Global જેવી દિગ્ગજ કંપનીઓએ આ ત્રીજા ક્લસ્ટરની રિક્રુટમેન્ટમાં ભાગ હતા. સિલ્વર કન્ઝ્યુમર ઈલેક્ટ્રિકલ્સ પ્રાઈવેટ લિમિટેડ, કોર મેન્યુફેક્ચરિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર કોહોર્ટમાં સર્વોચ્ચ ઑફર્સ રજૂ કરી હતી. BFSI સમૂહે કોર મેન્યુફેક્ચરિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પછી બીજા ક્રમની સૌથી વધુ ઓફરો રજૂ કરી. Waree અને Jio Financial Services જેવ ઓર્ગેનાઈઝેશને આ વર્ષે એકથી વધુ કોહોર્ટમાં ભાગ લીધો હતો.

IIMA પ્લેસમેન્ટ ડીપાર્ટમેન્ટના અધ્યક્ષે જણાવ્યું હતું કે, “જોબ માર્કેટ માટે મુશ્કેલ વર્ષમાં પણ, IIMA એ પ્લેસમેન્ટ પ્રક્રિયામાં મોટી સંખ્યામાં રિક્રુટર્સે ભાગ લીધો હતો. આ વર્ષે પણ કંપનીઓની ભાગીદારીમાં વધારો જોવા મળ્યો છે અને નોકરીની ભૂમિકાઓમાં પણ વધુ વિવિધતા જોવા મળી હતી. આ વર્ષે પ્લેસમેન્ટ દર્શાવે છે કે સાનુકૂળ તેમજ પડકારજનક પરીસ્થીઓમાં ઉચ્ચ પ્રતિભાની માંગ સતત રહે છે,”

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…