આમચી મુંબઈ

શિવસેના-એનસીપીના મતદાન અંગે મૂંઝવણવિધાનસભા સચિવાલયે ચૂંટણી પંચ પાસે માગી સ્પષ્ટતા

મુંબઈ: રાજ્યસભાની આગામી ચૂંટણીમાં શિવસેના અને એનસીપીના સભ્યો દ્વારા કરવામાં આવનારા મતદાન અંગે સ્પષ્ટતા કરવાની અરજી મહારાષ્ટ્ર વિધાનસભા સચિવાલયે ચૂંટણી પંચને કરી છે. શિવસેના અને એનસીપી આ બંને પક્ષ બે જૂથમાં વહેંચાઇ ગયા હોવાથી વિચિત્ર મૂંઝવણ ઊભી થઇ છે. આ બંને પક્ષના હરીફો ે(ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને શરદ પવારની એનસીપી)ની નોંધણી હજી સુધી અલગ પક્ષ તરીકે થઇ ન હોવાથી મૂંઝવણ ઊભી થઇ છે. વિધાનસભામાં એકનાથ શિંદે જૂથની શિવસેના અને અજિત પવાર જૂથની એનસીપી જ સત્તાવાર રીતે રાજકીય પક્ષ તરીકે નોંધાયેલા છે. જ્યારે
તેમના હરીફ પક્ષ એટલે કે ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને શરદ પવારની એનસીપીની સત્તાવાર રીતે રાજકીય પક્ષ તરીકે નોંધણી થઇ નથી. આ શિવસેના અને એનસીપી ભલે બે જૂથમાં વહેંચાઇ ગયા હોય પણ વિધાનસભામાં સત્તાવાર રીતે તો તેમની એક પક્ષ તરીકે જ નોંધણી થઇ છે. જો મતદાનના નિયમો ધ્યાનમાં લઇએ, તો આ પરિસ્થિતિના કારણે મૂંઝવણ અને અસમંજસ ઊભી થઇ શકે છે. તેથી રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન કઇ રીતે યોજવું તે વિશે સ્પષ્ટતા કરવાની અરજી ચૂંટણી પંચને કરવામાં આવી છે.

ચૂંટણીના નિયમ મુજબ દરેક પક્ષે પોતાના પ્રતિનિધિની નિમણૂક કરવાની હોય છે અને તેને બેલોટ પેપર તથા પોતાનો મત દેખાડવાનો હોય છે. જો તેઓ પોતાના પ્રતિનિધિ ન બતાવે અથવા તો અન્ય પક્ષના પ્રતિનિધિને મત બતાવે તો સંબંધિત વિધાનસભ્યનો બેલોટ પેપર ગેરપાત્ર ગણાય છે.

ભાજપના ચાર ઉમેદવાર રાજ્યસભાની ચૂંટણીમાં?
મુંબઈ: રાજ્યસભાની આગામી ચૂંટણીમાં અત્યાર સુધી ત્રણ ઉમેદવાર ઉતારવાનો નિર્ણય ભાજપે લીધો હતો. જેને પગલે મહારાષ્ટ્રની છ રાજ્યસભા બેઠકો ઉપર બિનવિરોધ ચૂંટણી યોજાવાની શક્યતા ઊભી થઇ હતી. જોકે, હવે અશોક ચવ્હાણે કૉંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપની વાટ પકડતા મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ થઇ છે. એ સાથે જ ભાજપ હવે ત્રણની જગ્યાએ ચાર બેઠકો પર રાજ્યસભાની ચૂંટણી લડે એવી ચર્ચા પણ શરૂ થઇ ગઇ છે. જો આમ થાય તો કૉંગ્રેસની મુશ્કેલી
વધી શકે છે.

મતની ગણતરી મુજબ ભાજપ સહજ રીતે ત્રણ બેઠકો જીતી શકત. જોકે, હવે ચોથી બેઠક માટે મત મેળવવા માટે હિલચાલ શરૂ કરવી પડશે. આ ઉપરાંત અજિત પવાર જૂથની એનસીપી અને એકનાથ શિંદે જૂથની શિવસેના તરફથી લડતા ઉમેદવારો પણ એક એક બેઠકો ઉપર જીત હાંસલ કરશે તેવી ગણતરી છે.

રાજ્યસભામાં એક બેઠક માટે મતનો ક્વૉટા ૪૦ હોય છે. વિધાનસભામાં કૉંગ્રેસનું સંખ્યાબળ ૪૫ હતું. પણ હવે અશોક ચવ્હાણ અને સુનીલ કેદારની બાદબાકી થયા બાદ આ આંકડો ૪૩ થઇ ગયો છે. અશોક ચવ્હાણે વિધાનસભ્ય તરીકે રાજીનામું આપી દીધું છે, જ્યારે સુનીલ કેદારનું વિધાનસભ્યપદ રદ થઇ ગયું છે. જ્યારે ભાજપના ગોવર્ધન શર્મા અને શિવસેનાના અનિલ બાબર આ બંને વિધાનસભ્યોનું મૃત્યુ થયું હતું.

એટલે કે મહારાષ્ટ્ર વિધાનસભાની ૨૮૮ બેઠકોમાંથી હાલ કુલ ચાર બેઠકો ખાલી છે અને વિધાનસભ્યોની કુલ સંખ્યા ૨૮૪ છે.

આ ઉપરાંત વિધાનસભામાં ૧૨થી ૧૪ વિધાનસભ્યો અશોક ચવ્હાણના સમર્થક હોવાનું પણ કહેવાય છે. જેને પગલે કૉંગ્રેસના સમીકરણો બગડી શકે છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત