નેશનલસ્પેશિયલ ફિચર્સ

‘હવે આરબો પણ હિંદુત્વ અપનાવશે’: યુએઈમાં બનનારા હિંદુ મંદિર અંગે સોશિયલ મીડિયા પર ચર્ચા

અબુ ધાબી: UAEની રાજધાની અબુ ધાબીમાં સ્વામીનારાયણ સંપ્રદાય BAPSએ એક વિશાળ મંદિર બનાવ્યું છે. UAEના પ્રવાસ પર ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે બુધવારે આ મંદિરનું ઉદ્ઘાટન કરશે. BAPS મંદિર અબુ ધાબીનું પહેલું હિન્દુ મંદિર છે. ભારતમાં UAEના રાજદૂત અબ્દુલ નાસેર અલ શાહીએ મંદિરના ઉદ્ઘાટનને UAE માટે ખાસ પ્રસંગ ગણાવ્યો છે. ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર UAEની સરકાર પર સામે રોષ વ્યકત કરવામાં આવી રહ્યો છે, જ્યારે તેના મુદ્દે સ્થાનિક સરકારની ટીકા કરી હતી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક યુઝરે લખ્યું, આરબ દેશોમાં પણ મૂર્તિ પૂજા! મતલબ કે હવે આરબો પણ હિન્દુત્વ અપનાવી શકશે?

અન્ય એક યુઝરે લખ્યું કે, “આર્જેન્ટિનાના નેતા અલ અક્સા મસ્જિદને તોડી પાડવાની વાત કરી રહ્યા હતા, તેના પર આરબ મુસ્લિમ નેતાઓ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. આ કહેવાતા મુસ્લિમ આરબ નેતાઓ શેતાન પૂજારી છે, યહૂદીઓના સમર્થક છે.”

અન્ય એક યુઝરે લખ્યું, “પ્રતિષ્ઠિત હિંદુ મંદિરનું ઉદ્ઘાટન કરવા માટે અબુ ધાબીના શાસકનો હૃદયપૂર્વક આભાર. હિંદુ કટ્ટરપંથીઓએ પણ પોતાનો અંતરાત્માને જગાવવો જોઈએ અને ધર્માંધતાને ખતમ કરવા આગળ આવવું જોઈએ. મુસ્લિમોની મસ્જિદોને તોડવાની કોઈ જરૂર નથી. આ વલણ બંધ થવું જોઈએ. “

અન્ય એક યુઝરે લખ્યું, “વાહ! તેઓ તમારી મસ્જિદોને તોડી રહ્યા છે અને તમે તેમના માટે મંદિરો બનાવી રહ્યા છો. જેઓએ આ મંદિરના નિર્માણને મંજૂરી આપી છે અને ફંડ આપ્યું છે તેમણે શરમ આવવી જોઈએ છે.”

આ મંદિર 27 એકર જમીન પર બનાવવામાં આવ્યું છે, જેમાંથી સાડા 13 એકરને મંદિરનો ભાગ બનાવવામાં આવ્યો છે અને બાકીના સાડા 13 એકરમાં પાર્કિંગ એરિયા બનાવવામાં આવ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button