Happy Birthday: હિન્દી ફિલ્મોનો Handsome hero પોતાની ભલમનસાઈને લીધે થયો પરેશાન
સારા માણસોની દુનિયા નથી તેમ આપણે કહીએ છીએ. ફિલ્મજગત પણ આમાંથી બાકાત નથી. અહીં પણ રાગ,દ્વેષ,કામ,ક્રોધ બધું જ છે અને અત્યંત સ્પધાર્ત્મક એવા આ ક્ષેત્રમાં સારા અને ભલા માણસો માટે ટકી રહેવું અઘરું હોય છે. કહેવાય છે કે આવું જ આજના બર્થ ડે સેલિબ્રિટી સાથે થયું. 13મી ફેબ્રુઆરી, 1945માં અમૃતસરમા જન્મેલા વિનોદ મહેરાનો આજે જન્મદિવસ છે. માત્ર 45 વર્ષની ઉંમરે દુનિયા છોડી જનારા વિનોદ મહેરાએ એક સમયે સુપરસ્ટાર રાજેશ ખન્ના, વિનોદ ખન્નાને ટક્કર આપી છે. આ અભિનેતાની જેમ જ નિમાર્તાની લાઈન તેમના ઘરની બહાર લાગતી હતી. એક દિવસમાં બે કે ત્રણ ફિલ્મો તેઓ શૂટ કરતા હતા. જોકે તેમનો સારો સ્વભાવ તેમને નડતો હોવાનું કહેવાય છે.
અભિનેતાનું એક સપનું હતું કે તેઓ પોતે ફિલ્મ પ્રોડ્યુસ કરે. મોડું મોડું આ સપનું પૂરું થયું, પણ તેમણે ભારે પરેશાની વેઠવી પડી તેવા મીડિયા અહેવાલો છે. આને લીધે તેઓ સમયસર પોતાની ફિલ્મ પૂરી ન કરી શક્યા અને ફિલ્નું બજેટ પણ વધી ગયું. મહેરાને શૂટિંગ દરમિયાન યુરોપમાં પડેલી મુશ્કેલીઓની ચર્ચા મુંબઈમાં પણ થઈ રહી હોવાનું કહેવાય છે. જોકે મહેરા આ ફિલ્મ પૂરી ન કરી શક્યા અને અચાનક તેમનું નિધન થઈ ગયું. તે બાદ રાજ સિપ્પીએ આ ફિલ્મ પૂરી કરી. વિનોદ મહેરાના પત્ની કિરણે કહ્યું હતું કે રાજ સિપ્પી, સુભાષ ઘઈ, બોની કપૂર અને રાકેશ રોશન બધાએ મદદ કરી અને મહેરાનું સપનું પૂરું થયું. આ ફિલ્મ શરૂ થઈ તે સમયે જ કિરણ સાથે મહેરાએ ત્રીજા લગ્ન કર્યા. જોકે તેઓ બન્ને બે વર્ષ જ સાથે રહી શક્યા. મહેરાના મૃત્યુ બાદ કિરણે 32 વર્ષથી એકલા રહે છે અને તેમના સંતાનોનો ઉછેર કર્યો છે.
Rajesh Khanna, Vinod Khannaજોકે મહેરા તેમની પર્સનલ લાઈફ પણ ચર્ચામાં રહી છે. મહેરાએ ત્રણ લગ્ન કર્યા હતા, પરંતુ અભિનેત્રી રેખા સાથેના તેમના સંબંધો સૌથી વધારે ચર્ચામાં રહ્યા. રેખા પર લખાયેલી બાયોગ્રાફીમાં નોંધવામાં આવ્યું છે કે વિનોદ મહેરાએ છાનેમાને રેખા સાથે લગ્ન કર્યા હતા. રેખા જ્યારે મહેરાના માતાને મળવા ગયા ત્યારે તેમની સાથે ખૂબ જ ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. જોકે વિનોદ મહેરા સાથેના લગ્નની વાતનો રેખાએ ઈનકાર કર્યો છે.
આ અભિનેતાની અણધારી વિદાયે સૌને રડાવી દીધા હતા. તેમના જન્મદિવસે તેમને સ્મરણાંજલિ