દિલ્લી: MSP મુદ્દે કેન્દ્ર અને ખેડૂતો વચ્ચે સહમતિના સધાતા, ખેડૂતોએ ફરી દિલ્હી તરફ કૂચ કરી છે. પોલીસે ખેડૂતો સામે કાર્યવાહી કરતા ફતેહગઢ સાહેબથી દિલ્હીની શંભુ બોર્ડર પર એકઠા થયેલા ખેડૂતોની ભીડ પર ટીયર ગેસના શેલ છોડ્યા હતા, ત્યારબાદ ત્યાં નાસભાગ મચી ગઈહતી. ખેડૂતોના માર્ચને પગલે દિલ્હીની સરહદ પર પહેલાથી જ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. દિલ્હી તરફ આવતી તમામ સરહદો સીલ કરી દેવામાં આવી છે. સિંઘુ બોર્ડર, ટિકરી બોર્ડર અને ગાઝીપુર બોર્ડર પર મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત છે.
બોર્ડર પર પોલીસે કાંટાળા વાયરો ઉપરાંત બેરીકેટ્સ, મોટા સિમેન્ટ બ્લોક્સ, કન્ટેનર અને અન્ય અવરોધો પણ લગાવ્યા છે. પોલીસે સિંઘુ બોર્ડર પર કંટ્રોલ રૂમ બનાવ્યો છે ઉપરાંત સીસીટીવી કેમેરા પણ લગાવ્યા છે. ડ્રોનની મદદથી સમગ્ર વિસ્તાર પર નજર રાખવામાં આવી રહી છે. પોલીસે મોકડ્રીલ પણ કરી છે. દિલ્હી પોલીસે આ બોર્ડરથી પ્રવેશવા અંગે એડવાઈઝરી પણ જાહેર કરી છે.
સોમવારે મોડી રાત સુધી સરકાર અને ખેડૂતો વચ્ચે મંત્રણાનું કોઈ પરિણામ આવ્યું ન હતું. ખેડૂતોની યોજના એવી છે કે તેઓ સૌપ્રથમ દિલ્હી નજીક બોર્ડર પર એકઠા થશે અને બપોરે 3 વાગ્યે આગળની રણનીતિ નક્કી કરશે.
બીજી તરફ સરકારનું કહેવું છે કે વાતચીત ચાલુ રહેશે, તો બીજી તરફ ખેડૂતો પણ આગળની વાતચીત માટે તૈયાર છે. ખેડૂતોએ પત્રકાર પરિષદ યોજી અને કહ્યું કે સરકારે MSPનું વચન આપ્યાને બે વર્ષ વીતી ગયા છે….ઘણું બધું કરી શકાયું હોત. ખેડૂતોએ કહ્યું કે અમે અનાજ ઉગાડીએ છીએ, સરકારે અમારા માટે ખીલ્લીઓનો પાક ઉગાડ્યો છે.
Taboola Feed