
નિલેશ વાઘેલા
મુંબઇ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રી વીસ લાખ કરોડનું બજેટ મૂલ્ય હાંસલ કરનારી પ્રથમ ભારતીય કંપની બની છે. અલબત્ત શેરના ભાવની વધઘટ સાથે લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપિટલમાં પણ આંકડા બદલાતા રહે છે, એ નોંધવું રહ્યું.
મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) ના શેર આજે BSE પર રૂ. 2957.80 ની તાજી 52-સપ્તાહની ટોચે પહોંચવા માટે 1.89% સુધીની તેજી પછી રૂ. 20 લાખ કરોડના માર્કેટ કેપિટલાઇઝેશનના માઇલસ્ટોનને પાર કરનાર પ્રથમ લિસ્ટેડ ભારતીય એન્ટિટી બની છે.
શેરબજાર જોકે હાલ દિશાદોર વગર વિવિધ સ્થનિક અને વૈશ્વિક પરિબળો ઉપરાંત ટેકનિકલ બ્રેક આઉટની પ્રતીક્ષામાં છે. હાલ બજાર માટે કોઈ નક્કર ટ્રિગરની ગેરહાજરી વચ્ચે માત્ર કોંસોલિડેશન દેખાઈ રહ્યું છે. બજારના અનુભવી વિશ્લેષકો રોકાણકારોને સાવધ રહેવા અને સારા બ્લુ ચિપ શેરો પર ધ્યાન આપવા જણાવે છે.