તરોતાઝા

ઉઘાડી ચેલેન્જ – પ્રકરણ-3

કનુ ભગદેવ –

ક્રોધ અને રોષથી એનો ખૂબસૂરત ગોરો ચીટ્ટો ચહેરો કાનની લટ સુધી લાલઘુમ બની ગયો હતો, `તારા એ પરદાનશીન બોસને કહી દેજે કે એને જ્યાં છુપાવું હોય ત્યાં છુપાઈ જાય. હું માત્ર એને જ નહિ, એની સાથેના બાકી રહેતા નવે-નવ રાષ્ટ્રદ્રોહીઓને શોધી કાઢીશ. આને મારી “ઉઘાડી ચેલેન્જ” માની લેજે’

(ગતાંકથી ચાલુ)
એમ?' હા…તમે ડી.ઓ.એ.ના દશ માંધાતા પૈકીમાંના એકના ભાડૂતી કુત્તા છો, હું તમારી સાથે ચર્ચા કરવા નથી માગતો પણ…’
પણ શું...?' કંઈ નહિ, હું માત્ર એટલું જ કહેવા માગતો હતો કે ભાડૂતી કુત્તાઓ સાથે વાત કરવામાં પણ હું મારું અપમાન સમજું છું? છતાં એને કહી દેજો કે નાગપાલને મારવો, મારવાની કલ્પના કરવી. એ હવાની સપાટી પર કિલ્લો બાંધવા જેવી વાત છે.’
મિ. નાગપાલ...' સામેથી ભયંકર ત્રાડભર્યો અવાજ આવ્યો. હવે નાગપાલે ખરેખર મિજાજ ગુમાવ્યો. કમીના ઝલીલ ઈન્સાન!’ નાગપાલના અવાજમાંથી જાણે કે સળગતા અંગારા ફૂંકાતા હતા. ક્રોધ અને રોષથી એનો ખૂબસૂરત ગોરો ચીટ્ટો ચહેરો કાનની લટ સુધી લાલઘુમ બની ગયો હતો, તારા એ પરદાનશીન બોસને કહી દેજે કે એને જ્યાં છુપાવું હોય ત્યાં છુપાઈ જાય. હું માત્ર એને જ નહિ, એની સાથેના બાકી રહેતા નવે-નવ રાષ્ટ્રદ્રોહીઓને શોધી કાઢીશ. આને મારી "ઉઘાડી ચેલેન્જ” માની લેજે.' અને જવાબની રાહ જોયા વગર નાગપાલે ધડામ કરતું રિસીવર મૂકી દીધું. વળતી જ પળે ફરીથી ફોનની ઘંટડી રણકી ઊઠી: હેલ્લો…નાગપાલ સ્પીકિંગ…’
ગુડ મોર્નિંગ સર...!' સામેથી એક વિવેકશીલ અવાજ આવ્યો,હું ઈન્સ્પેક્ટર ખન્ના બોલું છું. સી.આઈ.ડી. બ્રાંચમાંથી…’
ગુડ મોર્નિંગ...' દિલાવરખાન અંગેની ફાઈલની હવે જરૂર પડી છે સર. કારણ કે આવતી સાતમી તારીખે કોર્ટમાં એનો ચુકાદો છે. આજે સત્તાવીશ તારીખ થઈ ગઈ છે.' મને યાદ છે મિ. ખન્ના., નાગપાલ બોલ્યો, અને એ ફાઈલ મેં એક કલાક પહેલાં જ તમારા ચીફ મિ. બમનજી સાહેબને મોકલી આપી છે.' થેંક યુ સર!’
ઓ.કે.' કહીને નાગપાલે રિસીવર મૂકી દીધું. પછી તે ઊભો થયો, એ જ પળે દિલીપ તથા શાંતા અંદર આવ્યાં. પુત્તર.’ નાગપાલ કોટ પહેરતાં બોલ્યો, હું બહાર જાઉં છું, કોઈનો ફોન આવે તો નોટ કરી લેજે.' આપ પાછા ક્યારે આવશો?’
નક્કી નથી પણ સાંજ સુધીમાં આવી જઈશ' અને પછી રાહ જોયા વગર તે બહાર નીકળ્યો. બે મિનિટ પછી તેની કાર ખૂબસૂરત સડક પર દોડતી હતી. લગભગ વીસ મિનિટ પછી કાર મુંબઈની સી.આઈ.ડી. ઓફિસની આલીશાન અને ભવ્ય ઈમારતના ખૂબસૂરત પ્રવેશદ્વારમાં દાખલ થઈ, પોર્ચમાં પહોંચીને ઊભી રહી. ઊંચી જાતના કોફી કલરના શુદ્ધ ભારતીય બનાવટના ગેબર્ડીનના સૂટમાં સજ્ જ થયેલો નાગપાલ શાંત ચહેરે નીચે ઊતર્યો. કારને લોક કર્યા વગર, એ વરંડાના પગથિયાં ચડીને લોબીમાં આવ્યો. પાંચ-સાત પળમાં જ એ લિફ્ટનાં દ્વાર પાસે આવને ઊભો રહ્યો. સદ્ભાગ્યે લિફ્ટ નીચે જ હતી. ઓટોમેટિક-સ્વયંસંચાલિત સેલ્ફલિફ્ટમાં પ્રવેશીને એણે બહારનું દ્વાર બંધ કર્યું. અંદરની જાળી બંધ કર્યા બાદ તેણે સરરર અવાજ સાથે પાંચમા માળ પર આવીને થોભી ગઈ. આ જ ઈમારતમાં મુંબઈના સી.આઈ.ડી. ડિપાર્ટમેન્ટની ઓફિસ હતી. ત્રણથી છ માળના અનેક નાના-મોટા ખંડોમાં જુદા વિભાગો હતા. દ્વાર ઉઘાડીને નાગપાલ બહાર નીકળ્યો. સામે જ ઓફિસ હતી. વિશાળ હોલ જેવી ઓફિસમાં પ્રવેશીને નાગપાલ ટેબલ ખુરશીઓની લાંબી લાંબી કતારોની વચ્ચેથી પસાર થતો આગળ વધતો ગયો. આ ઓફિસમાં ઓછામાં ઓછા લગભગ દોઢસો સ્ત્રી-પુરુષોનો સ્ટાફ હતો. દરેક ટેબલ પર બેઠેલા કર્મચારીઓ પોતપોતાના કામકાજમાં મશગૂલ હતા. શાંત વાતાવરણમાં ફાઈલ મોજૂદ કાગળપત્રો ઉથલાવવાનો તેમજ ટાઈપરાઈટર ખખડવાનો અવાજ ફેલાયેલો હતો -એક તાલબંધ રોજિંદો અવાજ...! પગરવનો અવાજ સાંભળીને કર્મચારીઓ પળભર માથું ઊચું કરીને બાજુમાંથી પસાર થતા નાગપાલને અભિવાદન કરતા અને નાગપાલના સ્મિત દ્વારા વાતાવરણમાં આવેલા જવાબને મૌનતાથી ઝીલીને ફરીથી પોતાના કામકાજમાં ડૂબી જતા હતા. હોલ પસાર કરી, સામેના ભાગમાં આવેલી એક આકર્ષક કેબિન પાસે પહોંચીને નાગપાલ અટક્યો. કેબિનના દ્વાર પર "પ્રાઈવેટ'' લખ્યું હતું. નાગપાલ રિવોલ્વિંગ ડોરને ધકેલીને અંદર પ્રવેશી ગયો... બહારથી નાનકડી દેખાતી કેબિન અંદરથી ઠીક ઠીક કહી શકાય તેટલી મોટી હતી. દ્વાર આગળના પાંચ ફૂટથી આગળના પાંચ ફૂટ જેટલા ખાલી માર્ગ પછી બરાબર દ્વારની સામે જ ઊંચી જાતના સીસમમાંથી બનાવવામાં આવેલું ટેબલ હતું. ટેબલ પાછળ એક ઊંચી ખુરશી હતી અને તેના પર એક રૂવાબદાર વ્યક્તિત્વનો માલિક બેઠો હતો. એ માનવીનો ચહેરો ભરાવદાર અને પાકટ હતો. એની આંખોમાંથી બુદ્ધિમતા ટપકતી હતી...બંને કાનની ઉપર ફેલાયેલા વાળની સફેદી સ્પષ્ટ રીતે નજરે ચડતી હતી. એના મોંમા સળગતી ચીરૂટનો ધુમાડો કેબિનમાં ફેલાયેલો હતો, એ માનવી હતો મુંબઈની સી.આઈ.ડી. ઓફિસનો ચીફ ઈન્સ્પેક્ટર બમનજી...! કારનો અવાજ સાંભળીને એણે ફાઈલને એક તરફ સરકાવી. ઓહ…નાગ…! પ્લીઝ કમ ઈન…’ બમનજીએ તેને આવકાર આપ્યો તે સ્નેહવશ નાગપાલને નાગ' કહીને બોલાવતો હતો. નાગપાલે એક મોહક સ્મિત વેર્યું અને પછી એક ખુરશી ખેંચીને તેની સામે બેસી ગયો. કહો, શું સમાચાર છે બમનજીસાહેબ!’
નાગ, પ્લીઝ...' બમનજીના અવાજમાં આજીજી હતી,તું મને સાહેબ સાહેબ શા માટે કહે છે? તું મને માત્ર બમનજી કહે તો પણ ચાલે…’
નાગપાલે સરળતાપૂર્વક હાસ્ય કર્યું, પછી તેણે ટેલિફોન સેટ પોતાની નજીક સરકાવ્યો. રિસીવર ઉઠાવીને તેણે પોતાના ફ્લેટનો નંબર મેળવ્યો વળતી જ પળે સામે છેડે ઘંટડી રણકવાનો અવાજ તેને સંભળાયો. ત્યારબાદ દિલીપનો અવાજ સંભળાયો, હેલ્લો, દિલીપ બોલું છું.' પુત્તર…!’ નાગપાલ બોલ્યો, શાંતા ક્યા છે?' કેમ…!’
પૂછું એનો જ જવાબ આપ, અહીં મારી બાજુમાં…’
ઠીક છે.' નાગપાલે છુટકારાનો શ્વાસ લીધો,દિલીપ હું ઉતાવળમાં તને એક વાત કહેતાં ભૂલી ગયો હતો. તમે બંને સાવચેત રહેજો. તમે ત્યાં નહોતા એ દરમ્યાન પેલા દશ કાંધીઆઓમાંથી એકના ભાડૂતી કુત્તાનો મારા પર ફોન આવ્યો હતો. એણે મને ધમકી આપી છે કે જો હું ચોવીસ કલાકમાં મુંબઈ નહિ છોડી દઉ તો મારી ખૂન કરવામાં આવશે…’
સાલ્લાઓ આ તો જબરા નાલાયકો લાગે છે! પછી?' પછી શું…? તારું માથું! મારે જે કહેવાનું હતું, એ હું તને કહી ચૂક્યો છું. તુ બેહદ સાવચેત રહેજે. ગમે તેમ, તેઓ થોડા ગભરાયા હોય એવું લાગે છે, નહિ તો મને ફોન શા માટે કરે…?
ભલે, હું ધ્યાન રાખીશ અંકલ, આમ તો ઘણા દિવસ થયા મારા હાથ સળવળે છે. હું ઈચ્છું છું કે તેઓ મારા પર હલ્લો લઈ આવે.' શાબાશ…! પરંતુ કાળજી રાખજે, તેઓ ભયંકર માણસો છે.
હું ભયંકરનોય બાપ છું.' જવાબ આપ્યા વગર હોઠમાં હસીને નાગપાલે રિસીવર મૂકી દીધું. બમનજી તેની સામે આશ્ચર્યથી તાકી રહ્યો હતો. તને ધમકી આપવામાં આવી હતી?’
હા...' ક્યારે…?’
હમણાં લગભગ એકાદ કલાક પહેલાં...' નાગપાલ હાસ્ય કરતાં બોલ્યો. પછી?’
પછી...શું?' તેં શું જવાબ આપ્યો…?’
એ જ કે જે બીજાઓને ભૂતકાળમાં આપ્યો છે.' અહીં આવતાં પહેલાં કે દિલીપને એ ફોન સંદેશાની વાત શા માટે નહોતી કરી…?’
હું ભૂલી ગયો હતો...' કમાલ છે…’ બમનજી બબડ્યો, મોતની ધમકી! તે તું આટલી બધી સરળતાથી માત્ર અર્ધા કલાકમાં જ ભૂલી જાય છે...?' આમ તો સામાન્ય રીતે નથી ભૂલતો પરંતુ આજે ઉતાવળ હતી અહીં પહોંચવાની…! અહીં આવ્યા પછી ખ્યાલ આવ્યો. બહેન. એટલે જ દિલીપને ફોન કરી દીધો.’
તું તારી જિંદગી માટે ખૂબ જ બેપરવાહ માણસ છે. નાગ! તારે ધ્યાન રાખવું જોઈએ. આ નરાધમો માટે કીડી અને માણસ, બંનેના મોતમાં કંઈ જ ફર્ક નથી પડતો.' સાચી વાત છે, પરંતુ એકને એક દિવસે તો માણસને મરવાનું જ છે. પછી ખોટી ચિંતા શા માટે કરવી?’
તું હવે ફિલોસોફી મૂક.' ઓ કે. ફરમાવો, શું ફરમાવો, શું સમાચાર છે?’
મહોંકાણના...' અહીં રોજેરોજ મહોંકાણના જ સમાચાર હમણાં સાંભળવા મળે છે. દરરોજ ક્યાંકને ક્યાંક ઉલ્કાપાત થયા જ કરે છે. ગુજરાતના એક શહેરમાંથી ચીની બનાવટની રાઈફલો પકડાઈ છે અને એ માટે સાત માણસોને ગિરફતાર કરવામાં આવ્યા છે. પરમ દિવસે કસ્ટમ ખાતાએ સલાયાની એક ખાડીમાંથી દુબઈનું એક તોતીંગ વહાણ કબજે કર્યું છે. તલાશી લેતાં તેમાંથી ચોખા, દાળ અને વનસ્પતિ ઘી તેલના ભરેલા, બ્રાન્ડ ન્યુ પેક ડબ્બાઓ મળી આવ્યા છે. કસ્ટમની લોન્ચ જોઈ અપરાધીઓ રાતના અંધકારનો લાભ લઈ ખાડીમાં કૂદીને નાસી છુટ્યા છે. એમ માનવામાં આવે છે કે આ બધો જથ્થો દુબઈ અને મસ્કત માટે રવાના થઈ રહ્યો હતો. કાનપુરથી સમાચાર આવ્યા છે કે અહીં હિંદુ-મુસ્લિમોનું મોટું રમખાણ થતા સહેજમાં બચી ગયું છે. ત્યાંના એક બાહોશ પોલીસ અમલદારે બરાબર અણીની પળે જ પહોંચીને મામલો થાળે પાડી દીધો છે, તથા લોકોની ગેરસમજ દૂર કરી છે.' આ મારા માટે નવા સમાચાર છે. મને તેની વિગત કહો મિ. બમનજી…’
આજથી માત્ર ચાર દિવસ પહેલાંની વાત છે.' બમનજી બુઝાઈ ગયેલી ચીરૂટને પેટાવતાં બોલ્યો,ત્યાંના એક લત્તામાં રાત્રે લગભગ એક વાગ્યે ભયંકર બૂમબરાડા સંભળાયા. શાંત અને ઉજ્જડ વાતાવરણમાં આ કોલાહલથી લોકોની ઊંઘ ઊડી ગઈ. ઈમારતની બારીઓ ફટાફટ ઊઘડી ગઈ, અને ઊંઘમાંથી ઝબકી ઊઠેલા નાગરિકો બારીમાંથી નીચે ડોકિયાં કરતા શું...છે...? શું થયું...?'ના પ્રશ્નો પૂછવા લાગ્યા. અને લત્તાની એ શેરીના અંધકારમાં કોઈના જવાબો આવ્યા,ડૂબી…મરો…તમે બધા…! હમણાં પાંચ-દશ મિનિટમાં જ મુસ્લિમોનું ટોળું જબરદસ્ત હલ્લો લઈને અહીં આવવાનું છે, અને તમે નિરાંતે ઊંઘો છો…શરમ છે શરમ…’ના પોકારો પાડતા એ માણસો અદૃશ્ય થઈ ગયા.
મુસ્લિમો હલ્લો લઈ આવવાના છે એવી વાત જોતજોતામાં જ આખી ગલીમાં ફેલાઈ ગઈ અને ઉશ્કેરાયેલા નાગરિકો લાકડી, છૂરી જે હાથમાં આવ્યું તે લઈને પોતપોતાના ઘરની બહાર નીકળી આવ્યા. થોડીવારમાં તો મોટું બધું ટોળું થઈ ગયું અને પછી તેઓ સૌ એક સાથે મારો...કાપો' કરતા મુસ્લિમ વિસ્તાર તરફ જવા લાગ્યા. બરાબર આવું જ મુસલમાનોની વસ્તીમાં થયું...ત્યાં પણ મધરાત પછી દેકારો થયો...અને શોરબકોર સાંભળીને જાગી ગયેલા મુસલમાનોનાંશું થયું’ એવા પ્રશ્નોના જવાબમાં એમના કાને જવાબ આવ્યો:
જાગો...સાવધ બનો, હિંદુઓનું એક મોટું ટોળું આ તરફ ધસી આવે છે, તમારા જાનમાલની સલામતી ઈચ્છતા હો તો જે હાથમાં આવે તે હથિયાર લઈને સામનો કરવા માટે બહાર નીકળી પડો. સારાયે લત્તામાં વસતા મુસલમાનોમાં ખળભળાટ મચી ગયો. અને પછી તેઓ કશુંયે સમજ્યા વિચાર્યા વગર અર્ધા ઊંઘમાં અને અર્ધા જાગતા, હાથમાં લાકડીઓ લઈને બહાર નીકળી પડ્યા... પેલા બૂમો પાડનારાઓ તો ત્યાં હતા જ નહિ એ રીતે અદૃશ્ય થઈ ગયા હતા. સડક પર ફરતી રાત્રિ પેટ્રોલ વાનના કાને આ ભીષણ કોલાહલોનો અવાજ સંભળાયો! પેટ્રોલ પોલીસનો ઈન્ચાર્જ ખૂબ જ બુદ્ધિશાળી અને સમજદાર હતો.દેશના દુશ્મનોએ ભયંકર રીતે ખોટી અફવા ફેલાવી છે. એ વાત તરત જ એના દિમાગમાં આવી હિંદુ-મુસ્લિમની વચ્ચે લડાઈ થાય, કે તેઓ એકબીજા પર, ભારત જેવા શાંતિ તથા ન્યાયપ્રિય દેશમાં વસવાટ કરતી. સ્થિતિમાં હલ્લો લઈ જાય, એ વાત કોઈ જ રીતે શક્ય નહોતી. કારણ કે આ બંને કોમના માણસો વર્ષોથી એકબીજા સાથે સગા ભાઈની જેમ હળીમળીને રહે છે. ભારતમાં વસવાટ કરતા પ્રત્યેક મુસલમાન ભારતને જ પોતાનો દેશ માને છે અને તેઓ પોતે પણ શાંતિપ્રિય છે.
પેટ્રોલ પોલીસના ઈન્ચાર્જ તાબડતોબ વાયરલેસથી ધડાધડ આદેશો અને સૂચનાઓ આપી આપીને શહેરભરની પોલીસ બંને લત્તાઓમાં એકઠી કરી લીધી…અને પછી એણે લાઉડ સ્પિકરમાંથી ઊંચા અવાજે નાગરિકોને જણાવ્યું:
તમે સૌ શાંત થાઓ અને મારી વાત ધ્યાનથી સાંભળો... શહેરના પોલીસ કમિશનરના આદેશથી હું તમને સૌને એકદમ થોભી જવાનો હુકમ કરું છું. જો કોઈ પણ માણસ પોતાના સ્થાનેથી ઊંચાનીચા થવાનો પ્રયાસ કરશે તો તરત જ તેને ગિરફતાર કરવામાં આવશે.' ઈન્ચાર્જના પહાડી અને બુલંદ અવાજમાં એટલો બધો પ્રભાવ હતો કે સડક પર, શેરીઓમાં...અને છૂટાછવાયા ઊભેલા દરેક માણસો ઊભા હતા, ત્યાં જ થીજી ગયા. હવે ધ્યાનથી સાંભળો! કોઈ કોઈના પર હલ્લો નથી લઈ જતું…હિંદુ મુસ્લિમને નાહકના જ અથડાવી મારવાની, દેશના દુશ્મનોની આ એકગંદી અને ઘૃણિત રમત છે. બંને કોમોને સામસામે ટકરાવીને તેઓ આપણા આ શાંત દેશમાં અંધાધૂધી ફેલાવવા માગે છે. હિંદુ મુસલમાન પર અને મુસલમાન હિંદુ પર, કોઈને એકબીજા પર રોષ નથી, ચીડ નથી…અને આપણા દેશમાં બંને કોમો હળીમળીને રહે છે…આ ભાઈચારો દેશના દુશ્મનોની આંખોમાં કણા'ની જેમ ખૂંચે છે. અગાઉ પણ સરકારશ્રી તરફથી વારંવાર જાહેરાત કરવામાં આવી છે કે ખોટી અફવાઓ સાંભળશો નહિ, તેના પ્રત્યે ધ્યાન આપશો નહિ, તથા અફવાઓ સાંભળશો નહિ, વિદેશી એજન્ટોના હાથનું રમકડું બની ગયેલા દેશના દગાબાજોએ જ અત્યારે આ અફવા ફેલાવી છે, સાંભળો છો તમે સૌ...?' પેટ્રોલ ઈન્ચાર્જના આ કથનની લોકો પર ધારી અસર પડી...તેઓ તુરંત જ મામલો કળી ગયા અને પછી અંદરો અંદર ગણગણાટ સંભળાયો-યા ખુદા...હમણાં કેવો ગજબ સર્જાઈ જાય?... હે ભગવાન...! સારું થયું, તેં અમને બચાવી લીધા અને પછી બંને કોમના બે આગેવાનો હાથમાં હાથ મિલાવીને પેટ્રોલવાન નજીક પહોંચીને ઈન્સ્પેક્ટર સામે ઊભા રહી ગયા. અમે બધું જ સમજી ગયા છીએ ખાનસાહેબ! (આ ઈન્ચાર્જ મોમેડિયન હતો) આપે અમારા સૌની આંખો ઉઘાડી નાખી છે. જો આપ ન આવ્યા હોત તો શું થઈ જાત, એની કલ્પના પણ અમને કંપાવી મૂકે છે. આપનો આભાર સાહેબ! અમે હમણાં જ લોકોને સાચી વાતો સમજાવીએ છીએ, આપ હવે બેફિકર રહો.’
ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર ખાનના ચહેરા પર સંતોષનું અને છુટકારાનું સ્મિત ઝળક્યું. પછી એ કોમળ અવાજે બોલ્યો:
બિરાદરો! તમારો આભાર...મને પણ આનંદ છે કે મારી દરમિયાનગીરી સફળ થઈ...એક એક નાગરિકોની ફરજ છે કે તેઓ આવી અફવાઓ ફેલાતી અટકાવે એટલું જ નહિ, અફવાઓ ફેલાવનારાઓને પોલીસમાં સોંપી દો.' દેશમાં માત્ર શરાફી લૂંટ કરતા કાળા બજારીઆઓ તેમજ ચોરબજારી કરનારાઓ જ નહિ, અફવાઓ ફેલાવનારા પણ ભયંકર છે...અને પછી તે જનસમૂહ તરફ ફરતાં બોલ્યો: ભાઈઓ, તમે સૌ સ્વતંત્ર દેશના સ્વતંત્ર નાગરિકો છો, અને તમારી સ્વતંત્રતા તથા શાંત જિંદગી દુશ્મનોની આંખોમાં ખૂંચે છે…માટે સાવધ રહો ગુડનાઈટ…’
મસ્તક પરની પીકકેપ વ્યવસ્થિત કરતો પેટ્રોલ પોલીસનો ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર ખાન વાનમાં બેસી ગયો અને તુરત જ મધરાતના સન્નાટાને સાયરનના તીખા અવાજથી કાપતી ચીરતી પોલીસ વાન સડક પર આગળ વધી ગઈ.
લોકો આ કર્તવ્યનિષ્ઠ ઈન્સ્પેક્ટરની તારીફ કરતાં વિખેરાયા. બીજે દિવસે સવારે સાત વાગતાં સુધીમાં તો આવી ખોટી અફવાઓ ફેલાવનાર પાંચ માણસોને ઈ. ખાને આખી રાત રખડપટ્ટી કરીને પકડી જ પાડ્યા.
નાગપાલ...' બમનજી ચીરૂટનો ધુમાડો હવામાં વિખેરતા બોલ્યો,આ ઈન્સ્પેક્ટર ખાનને હું ઓળખું છું, પહેલાં એ મુંબઈમાં હતો, સ્વભાવે ખૂબ જ ઉદાર, ભલો અને માયાળુ છે, પરંતુ અપરાધીઓ પર શિકારી વરૂની જેમ તૂટી પડે છે, અને તેમાં જો દેશદ્રોહીઓ પ્રત્યે તો બિલકુલ દયા નથી દાખવતો…’
શાબાશ...' ખાન માટે નાગપાલના મોંમાંથી પ્રશંસાનો ઉદ્ગાર સરી પડ્યો,પછી…?’
પછી શું? એણે એ પાંચોને સૌ પહેલાં સમજાવટથી પૂછપરછ કરી, પરંતુ તેઓએ જબાન બંધ જ રાખી, અને એ લોકો આ રીતે કશુંએ નહિ જ કહે એવી સંપૂર્ણ ખાતરી થયા બાદ ખાનનો પિત્તો ગયો. ચૌદમું રતન અજમાવતાં જ એ પાંચેય પઢાવેલા પોપટની જેમ બોલવા લાગ્યા.' હં…’
એ લોકોએ કહ્યું કે અમે ગરીબ માણસો છીએ, અને મજૂરીનું કામ કરીએ છીએ. અમારી પાસે એક અપ-ટુ-ડેટ માણસ આવ્યો, એણે અમને સારી નોકરીની લાલચ આપી, અને.' સમજી ગયો’ બમનજીને વચ્ચેથી જ અટકાવતાં નાગપાલે કહ્યું, નોકરીના બહાને એ માણસે તે પાંચેયને બસો-પાંચસો રૂપિયા દીધા અને પછી તેઓને હિંદુ-મુસ્લિમ લત્તાઓમાં જઈને ખોટી અફવા ફેલાવવાનું કામ સોંપ્યું. એ માણસ કોણ હતો? એ વિષે તેઓએ અજ્ઞાનતા દર્શાવી હશે અને ઈ. ખાનને કશું એ જાણવાનું નહીં મળ્યું હોય...ખરું ને?' હા…’ બમનજીએ નિસાસો નાખ્યો, એમ જ છે.' હું જાણું છું’ નાગપાલ બોલ્યો, આ વખતે વિદેશી ગુંડાઓએ ચેઈન-સીસ્ટમથી પોતાની જાળ બિછાવી છે. ખેર, બીજા કોઈ સમાચાર...' બમનજી જવાબ આપે તે પહેલાં જ ટેલિફોનની ઘંટડી જોરથી રણકી ઊઠી. બમનજીએ રિસીવર ઉઠાવ્યું અને બોલ્યો,હલ્લો, બમનજી સ્પીકિંગ…’ અને પછી સામે છેડેથી કહેવાતી વાતને તે સાંભળવા લાગ્યો…અચાનક તે બોલી ઊઠ્યો, શું! અશક્ય...નહીં...નહીં...' એના ઉચ્ચારમાં ગભરાટ હતો. પછી તે પુન: સાંભળવા લાગ્યો. લગાતાર સાત-આઠ મિનિટ સુધી તે એકધારો સાંભળવા લાગ્યો અને પછી એણે રિસીવર મૂકી દીધું, એના ચહેરા પર ચિંતાની રેખાઓ છવાયેલી હતી. શું વાત છે બમનજી?’ નાગપાલે પૂછ્યું.
મુંબઈના લખપતિ શેઠ જાનકીદાસે આજે વહેલી સવારે એટલે કે લગભગ ચાર વાગ્યે વીરાર ડબલ ફાસ્ટ ટે્રઈન નીચે ઝંપલાવીને આપઘાત કર્યો છે જે સ્થળે એણે ઝંપલાવ્યું હતું એ સ્થળે ટે્રનના પાટા એકદમ વળાંક લે છે. આ વળાંક પર ધસી આવતી ટે્રઈન નીચે અચાનક જ તેણે ઝંપલાવી દીધું. ટે્રઈનના રાક્ષસી ચક્કરો એના દેહના ચીંથરા ચીંથરા કરતા પસાર થઈ ગયા...ઉફ!...એનો ચહેરો ઓળખાય એવો પણ નથી રહ્યો, અંગે અંગના ટુકડાઓ થઈ ગયા છે. ખોપરી એકદમ ફાટી ગઈ છે, એના તાર તાર થઈ ગયેલાં વસ્ત્રોનાં એક ગજવામાંથી મારા નામનું એક સીલબંધ કવર નીકળ્યું છે. અકસ્માત વહેલી સવારે થયો હોવાથી તે સમાચાર આજના વર્તમાન પત્રોમાં કદાચ નથી આવી શક્યા. લાશને ઓળખવામાં જ ત્રણ-ચાર કલાક લાગી ગયા છે, એ કવર હમણાં જ અહીં આવે છે...હે ભગવાન...! તે મારો મિત્ર હતો, અને એને આપઘાત કરવાનું કોઈજ કારણ નહોતું...' કહેતાં કહેતાં તેની આંખોમાં આંસુ ધસી આવ્યા. તમે શાંત થાઓ જે હશે તે હમણાં જ ખબર પડશે. નાગપાલે જોયું કે જાનકીદાસના મોતના સમાચારથી બમનજી ખૂબ જ સ્વચ્છ બની ગયો હતો.


દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button