આમચી મુંબઈ

મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે પર આજે બ્લોક

મુંબઈ: મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એમએસઆરડીસી) દ્વારા 13 ફેબ્રુઆરીએ યશવંતરાવ ચવ્હાણ મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર હાઈવે ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ હેઠળ મુંબઈ ચેનલ પર સાંકળ નંબર 15.750 કિલોમીટર પર ગેન્ટ્રીની બેસાડવાનું કામ હાથ ધરવામાં આવવાનું છે. મુંબઈ-પુણે એક્સપ્રેસવે પરના કામકાજને લીધે મંગળવારે બપોરે 12 વાગ્યાથી બપોરે બે વાગ્યા દરમિયાન માર્ગ પર ટ્રાફિક બ્લોકને કારણે વાહનોની અવરજવર સંપૂર્ણ રીતે બંધ રાખવામાં આવશે એવી માહિતી ટ્રાફિક અધિકારીએ આપી હતી. આ કામ દરમિયાન મુંબઈ ચેનલ એક્સપ્રેસ વે પર તમામ પ્રકારનો ટ્રાફિક સંપૂર્ણપણે બંધ રહેશે. આ દરમિયાન વાહનચાલકો વૈકલ્પિક માર્ગે મુસાફરી કરવી એવું અવાહન ટ્રાફિક વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. આ બ્લોકને લીધે પુણેથી મુંબઈ તરફ આવતા હલકા વાહનોને મુંબઈ લેન 55 કિલોમીટર પરથી મુંબઈ-પુણે નેશનલ હાઇવે નંબર 48 આ માર્ગ પર વળવવામાં આવશે. તેમ જ પુણેથી મુંબઈ આવતી બસ અને બીજા વાહનોને ખોપીલી એક્ઝિટ 39.800 કિલોમીટરથી ડાઇવર્ટ કરી પુણે-મુંબઈ હાઇવે નંબર 48થી ખોપોલી શહેરની આગળ શેંડૂલ ટોલ નાકા માર્ગ વડે મુંબઈ તરફ રવાના કરવામાં આવશે એવી માહિતી ટ્રાફિક વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button