મનોરંજન

બ્લેક ટોપ અને વ્હાઈટ શોર્ટસમાં ઘાયલ કરી નાખ્યા નુસરતે

મુંબઈઃ હોટ હિરોઈન નુસરત ભરુચાએ તાજેતરમાં અમુક તસવીરો શેર કરી છે, જેમાં પોતાની થાઈ પર ટેટૂ લોકોને બતાવે છે. થાઈ પર ટેટુ સાથેનો ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહ્યા છે, જ્યારે તેના ચાહકોના દિલ જીતી લીધા હતા.

આમ તો નુસરત નાની મોટી સ્ટાઈલને લઈને ચર્ચામાં રહે છે, પરંતુ આ વખતે ટેટૂને લઈને ચર્ચામાં છે. પોતાની સેલ્ફી લેતા ફોટોગ્રાફને જોરદાર ફ્લોન્ટ કર્યો છે, જેમાં મીરર સામે ઊભી રહે છે, જેમાં મોબાઈલથી સેલ્ફી લેવાની સાથે થાઈ પર કોતરવામાં આવેલું ટેટ્ટુને પણ લોકો જોઈને દંગ રહી ગયા હતા.

તસવીર પોસ્ટ કરીને નુસરતે લખ્યું છે મને મારું ટેટુ યાદ આવી રહ્યું છે શું તમને આવે છે. આ પોસ્ટ કર્યા પછી તેને જોઈને યૂઝર ખુશ થઈ ગયા છે, જેમાં યૂઝરે લખ્યું સ્ટનિંગ, સો બ્યુટીફુલ, હોટ વગેરે કમેન્ટ્સ પણ લખી છે.

નુસરતના બોલ્ડ અંદાજની વાત કરીએ બ્લેક ટોપ સાથે વ્હાઈટ શોર્ટસમાં જોવા મળે છે, જેના બોલ્ડ અંદાજને લોકોની મોહી લીધા છે, જ્યારે ઈન્સ્ટાગ્રામ, ટવિટર-એક્સ સહિતના અન્ય સોશિયલ મીડિયા પર નુસરત છવાઈ ગઈ હતી.

લાખો લોકોએ લાઈક આપવાની સાથે હજારો લોકોએ તેના પર કમેન્ટ કરી હતી. નુસરત ઈન્સ્ટાગ્રામ પર વિશેષ એક્ટિવ રહે છે, જેમાં તેના ફોલોઅર્સની સંખ્યા 6 મિલિયનથી વધારે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button