નેશનલ

અયોધ્યા જવાના છો? રામ લલ્લાના દર્શનના સમયને લઈને આવ્યા Important News

રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને હજી તો એક મહિનો પણ પૂરો થયો નથી ત્યાં રામ લલ્લાના ભક્તો માટે મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મંદિર ભક્તો માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું ત્યારથી જ સતત દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો અયોધ્યા રામ લલ્લાના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે. પરંતુ હવે રામ લલ્લાના દર્શનના ટાઈમને લઈને જ મહત્ત્વના સમાચાર જાણવા મળી રહ્યા છે. મળી રહેલી માહિતી પ્રમાણે રામ મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનના સમયમાં ફેરફાર કરવા અંગે વિચારણા કરવામાં આવી રહી છે.

દરરોજ સવારે 6.30 કલાકથી રાતે 10 વાગ્યા સુધી ભક્તો મંદિરમાં રામ લલ્લાના દર્શન કરી રહ્યા છે અને સાધનો દ્વારા મળી રહેલી માહિતી પ્રમાણે દરરોજ બેથી અઢી લાખ ભક્તો દર્શન કરવા પહોંચે છે. રામ લલ્લાને 15-15 કલાક સુધી જગાડવાનું બિલકુલ યોગ્ય નથી. પાંચ વર્ષના બાળક રામને થોડો આરામ મળવો જોઈએ એવું મંતવ્ય રામ મંદિર ટ્રસ્ટના સેક્રેટરી ચંપત રાયે જણાવ્યું હતું.

ચંપત રાયે આપેલા નિવેદનમાં તેમણે જણાવ્યું હતું કે લોકોનું એવું માનવું છે કે પાંચ વર્ષના બાળ રામને પણ આશ્રમની આવશ્યકતા છે. 24મી જાન્યુઆરીથી 15-15 કલાક સુધી રામ લલ્લા ભક્તોને દર્શન આપી રહ્યા છે. પરંતુ વિચારો કે ભગવાન રામને 15 કલાક સુધી રોજ જગાડવા કેટલી હદે યોગ્ય છે?

રામ લલ્લાના મુખ્ય અર્ચક આચાર્ય સત્યેન્દ્ર દાસજીએ પણ ચંપત રાયની વાતોને સમર્થન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે મંદિરમાં પાંચ વર્ષના બાળ રામ બિરાજમાન છે. સતત 15 કલાક સુધી રામ લલ્લા જાગી રહ્યા છે અને એમને વિશ્રામ નથી મળી રહ્યો છે. શાસ્ત્રોક્ત રીતે પણ આ યોગ્ય નથી. રામ લલ્લાને ઓછામાં ઓછા બપોરે એક-બે કલાકના આરામની જરૂર છે. ટ્રસ્ટ સાથે વાત કરીને ટૂંક સમયમાં જ આ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવશે અને ટૂંક સમયમાં રામ લલ્લાના દર્શનના સમયમાં ઘટાડો કરવામાં આવશે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત