આપણું ગુજરાતનેશનલ

કેન્દ્રીય ગૃહપ્રધાને યાદ કર્યા જૂના દિવસો: ‘1983માં હું સંગઠનના કામો કરવા માટે સાયકલ પર ફરતો’

અમદાવાદ: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 2 દિવસીય ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેમના હસ્તે આજે અમદાવાદમાં AMC અને AUDAના વિવિધ 7 જેટલા પ્રોજેક્ટ્સનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ થયું હતું. કુલ 1950 કરોડના આ પ્રોજેક્ટ્સમાં અમદાવાદમાં 12 EV ચાર્જિંગ સ્ટેશનોનું લોકાર્પણ, સિંધુભવન અને પ્રહલાદનગરમાં મલ્ટી લેવલ પાર્કિંગનું ઉદ્ઘાટન તથા થલતેજ અને જૂના વાડજ વિસ્તારમાં સરકારી આવાસ યોજનાના મકાનોની ફાળવણીનો સમાવેશ થાય છે.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જૂના વાડજ વિસ્તારમાં આવેલા રામાપીરના ટેકરા પાસે જે ઝૂંપડપટ્ટી આવેલી છે તે ભાગમાં જ નવનિર્મિત સરકારી આવાસોની ફાળવણી યોજનાના લાભાર્થીઓને કરી હતી, આ તકે તેમણે પોતાના જૂના દિવસોને યાદ કર્યા હતા. કુલ 558 જેટલા આવાસો રામાપીરના ટેકરાની અલગ અલગ વસાહતોમાં રહેતા લોકો માટે બનાવવામાં આવ્યા છે. ત્યારે લાભાર્થીઓને સંબોધતા કેન્દ્રીય ગૃહપ્રધાને જણાવ્યું હતું કે વર્ષ 1983માં હું ભાજપના સંગઠનના કામ માટે સાયકલ લઇને રામાપીરના ટેકરે જતો હતો. તે સમયે ઝૂંપડપટ્ટી હતી, પણ આજે સારા મકાનો બની ગયા છે.

આ સાથે જ તેમણે થલતેજ વિસ્તારમાં નવા બનેલા કોમ્યુનિટી હેલ્થ સેન્ટરનું પણ લોકાર્પણ કર્યું હતું. પીએમ મોદીના વડા પ્રધાન તરીકેના કાર્યકાળમાં અગાઉ 11મા ક્રમે રહેલી દેશની અર્થવ્યવસ્થા આજે પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે, એમ જણાવી કેન્દ્રીય ગૃહપ્રધાને ઉમેર્યું હતું કે, પીએમ મોદીની ત્રીજી ટર્મમાં ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે અને 2047માં ભારત વિકસિત રાષ્ટ્રનો દરજ્જો હાંસલ કરશે, એમાં શંકાને કોઈ કારણ નથી.

સંબોધનમાં તેમણે કોંગ્રેસ પર પણ નિશાન સાધતા જણાવ્યું હતું કે કોંગ્રેસે 100 ફ્લેટ આપતા હતા, તો પણ 10,000ની ભીડ ભેગી કરતા હતા. કેન્દ્ર સરકારના 10 વર્ષના કાર્યકાળમાં 5 વર્ષ તો કોંગ્રેસે કરેલા નુકસાનને સુધારવામાં ગયા છે. આ વખતની ચૂંટણીમાં ભાજપ-NDA 400થી વધુ બેઠકો મેળવશે. નરેન્દ્ર મોદી અને ભુપેન્દ્ર પટેલની જોડીએ વિકાસની ગતિ જાળવી રાખી છે. તેવું કેન્દ્રીય પ્રધાને ઉમેર્યું હતું. આ સાથે જ તેમણે ગાંધીનગરમાં પણ અનેક પ્રોજેક્ટ્સની ભેટ આપી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો…