શેર બજાર

પ્રાઇમરી માર્કેટમાં તેજીનો માહોલ, એકસાથે અનેક કંપનીઓનો ધસારો

A bullish atmosphere in the primary market, rush of many companies at once

નિલેશ વાઘેલા

મુંબઇ: શેરબજારમાં વોલેટાલિટી છે અને નિફ્ટીએ ૨૧,૬૫૦નું લેવલ જોતાં આગળ જતાં કદાચ ટેક્નિકલ ધોરણે નરમાઇ દેખાઇ રહી છે, પરંતુ મૂડીબજારમાં જબરી હલચલ ચાલી રહી છે. દલાલ સ્ટ્રીટ પર તાર આઇપીઓ રૂ. ૨૩૭ કરોડનું ભંડોળ એકત્ર કરવા આવી રહ્યાં છે, જ્યારે નવ કંપનીઓ આ સપ્તાહમાં બજારોમાં ડેબ્યૂ કરવાની છે. મેઈનબોર્ડ સેગમેન્ટમાં માત્ર એક આઈપીઓ છ, અને પાંચ કંપનીઓ શેરબજારમાં પ્રવેશ કરવાની છે, જ્યારે એસએમઈ સેગમેન્ટમાં સબસ્ક્રિપ્શન માટે ત્રણ આઈપીઓ ખુલશે અને ચાર કંપનીઓ પ્રવેશ કરશે
.

મેઇનબોર્ડ આઇપીઓમાં એપીજે સુરેન્દ્ર પાર્ક હોટેલ્સનું આજે ૨૧ ટકાના પ્રીમિયમ સાથે લિસ્ટિંગ થયું છે અને તે અંતે ૩૧ ટકાના સુધારે સ્થિર થયો હતો. રાશી પેરિફેરલ્સ, જના સ્મોલ ફાઇનાન્સ બેન્ક અને કેપિટલ સ્મોલ ફાઇનાન્સ બેન્ક ૧૪ ફેબ્રુઆરીએ બુર્સ પર લિસ્ટ થશે. એન્ટેરો હેલ્થકેપ સોલ્યુશન ૧૩મી ફેબ્રુઆરીએ તેનું સબસ્ક્રિપ્શન બંધ કરશે. વિભોર સ્ટીલ ટ્યુબ્સ ૧૫ ફેબ્રુઆરીએ તેનું સબ્સ્ક્રિપ્શન બંધ કરશે.


એસએમઇ આઇપીઓમાં રૂદ્ર ગેસ એન્ટરપ્રાઇઝ અને એપ સોલર એન્ટરપ્રાઇઝ ૧૨ ફેબ્રુઆરીએ તેનું સબસ્ક્રિપ્શન બંધ કરશે. એનએસઇ ઇમર્જ પ્લેટફોર્મ પર એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને ક્ધસ્ટ્રકશન કંપની એટમેસ્ટકો ૧૫મી ફેબ્રુઆરીએ એસએમઇ સેગમેન્ટનું જાહેર ભરણું લાવી રહી છે. આ અંદાજે રૂ. ૫૬ કરોડના અને શેરદીઠ રૂ. ૭૭નો ભાવ ધરાવતા ભરણામાં ૫૪.૮ લાખ ઇક્વટી શેરના ફ્રેશ ઇશ્યુ અને ૧૮.૨૫ લાખ શેરની ઓએફએસનો સમાવેશ છે. મિનિમમ બિડ લોટ ૧૬૦૦ શેરનો છે અને ભરણું ૨૦મીએ બંધ થશે.


દરમિયાન, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ) એ પાછલા સપ્તાહમાં રૂ. ૫,૮૭૧.૪૫ કરોડની ઇક્વિટી વેચી હતી, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઇઆઇ)એ રૂ. ૫,૩૨૫.૭૬ કરોડની ઇક્વિટી ખરીદીને ટેકો પૂરો પાડ્યો હતો. દરમિયાન, મધ્ય પૂર્વમાંથી સપ્લાય અંગે વધતી જતી ચિંતાઓ વચ્ચે સપ્તાહમાં ક્રૂડ ઓઇલલના ભાવ લગભગ છ ટકા જેટલા ઊંચી સપાટીએ સ્થિર થયા હતા. બ્રેન્ટ ક્રૂડ વાયદો બેરલ દીઠ ૮૨.૧૯ પર સ્થિર થયો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button