આપણું ગુજરાત

ચૂંટણી પહેલા કરેલા વાયદા પ્રમાણે ગુજરાત સરકાર UCC- Bill ક્યારે રજૂ કરશે?

ગાંધીનગરઃ ચૂંટણી સમયે આપેલા વચનો સત્તામાં આવ્યા બાદ રાજકીય પક્ષો ભૂલી જાય તે કંઈ નવી વાત નથી, જનતાને તો આની આદત જ હોય છે, પણ આમ થવાથી એક રાજ્યની ભાજપ સરકાર બીજા રાજ્ય કરતા આગળ નીકળી ગઈ છે. વાત છે યુનિફોર્મ સિવિલ કોડ (Uniform civil code) UCCની. BJP એ 022ની વિધાનસભાની ચૂંટણી પહેલા જાહેર કર્યું હતું કે તેઓ યુસીસી (UCC) લાગુ કરવા એક કમિટી બનાવશે અને તે બિલ ડ્રાફ્ટ કરવા અને તેને કઈ રીતે અમલમાં મૂકવું તે બાબતે સૂચનો કરશે. આ કમિટીમાં હાઈ કોર્ટના નિવૃત્ત જજ અધ્યક્ષ રહેશે અને તેમની સાથે ત્રણ કે ચાર સભ્ય રહેશે, તેમ પણ સરકારે કહ્યું હતું, પરંતુ હજુ સુધી એક પણ નિમણૂક થઈ નથી.

એક અહેવાલમાં જણાવ્યા અનુસાર લોકસભાની ચૂંટણી પહેલા આ બિલ ચાલુ વિધાનસભામાં આવે તેવી શક્યતા નથી. કમિટી નિયુક્ત કરવાનું કામ મુખ્ય પ્રધાનનું છે અને હજુ આમાં કોઈ હલચલ થઈ હોવાનું જાણમાં નથી. કમિટી માટે કે બિલ લાવવા માટે સરકારે કોઈ ડેડલાઈન સેટ કરી નથી, તેમ એક અધિકારીએ જણાવ્યું હતું.

હોઈ શકે કે ઉત્તરાખંડ માં બિલ લાગુ કર્યા પછીની પરિણામો પર ગુજરાત સરકારની નજર હોઈ શકે. દરમિયાન સંસદમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સિટિઝન અમેડમેન્ટ એક્ટ બિલ લાવવાની વાત કરી છે અને તે લોકસભાની ચૂંટણી પહેલા જ લાવવાની વાત કરી છે. યુસીસી ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં પણ લાગુ થવાની પણ શક્યતા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button