વ્યક્તિએ ખરીદી Cadboury, પેકેટ ખોલીની જોયું તો ઊડી ગયા હોંશ…
ચોકલેટ, કેડબરી તો નાના-મોટા સૌને પ્રિય છે અને આપણામાંથી ઘણા લોકો દરરોજ કાતા પણ હશે. પરંતુ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોને જોઈને કદાચ તમે પણ કેડબરી ચોકલેટ ખાવાનું બંધ કરી દેશો. ચાલો તમને આખી ઘટના વિશે વિસ્તારથી જણાવીએ.
વાત જાણે એમ છે કે હૈદરાબાદમાં એક વ્યક્તિએ મેટ્રો સ્ટેશન પરથી 45 રૂપિયાની એક કેડબરી ચોકલેટ ખરીદી હતી. પરંતુ જેવું એ વ્યક્તિએ ચોકલેટનું રેપર ખોલીને જોયું તો તેના હોંશ ઊડી ગયા. આ ચોકલેટ પર જીવતી ઈયળ ફરી રહી હતી. વ્યક્તિએ તરત જ દુકાનદારને આવી જૂની ચોકલેટ રાખવા બદલ ઠપકો આપતા ખખડાવી નાખ્યો હતો. વ્યક્તિએ તરત જ દુકાનદાર પાસેથી એનું બિલ લીધું હતું.
બિલ લઈને વ્યક્તિએ બિલ અને વીડિયો બંને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કર્યો હતો. ત્યાર બાદ આ વીડિયો એટલો બધો વાઈરલ થયો કે કંપનીના અધિકારી સુધી પહોંચી ગયો હતો. આ વીડિયો જોતા જ અધિકારીઓ તરત જ કંપનીનો પાંગળો બચાવ શરૂ કરી દીધો હતો.
કંપનીના અધિકારીઓએ પોસ્ટ કરનાર વ્ચક્તિને જવાબ આપતાં પોસ્ટ કરી હતી કે, નમસ્તે, મોન્ડેલેઝ ઈન્ડિયા ફૂડ્સ પ્રાઈવેટ લિમિટેડ પહેલાં કેડબરી ઈન્ડિયા લિમિટેડ હંમેશા જ પોતાના પ્રોડેક્ટની ક્વોલિટી જાળવવાનો પ્રયત્ન કરે છે. વિડિયો જોયા પછી અમને ખરેખર દુઃખ થયું છે. તમને એક ખરાબ અનુભવ થયો અને એના માટે અમે લોકો માફી માંગીએ છીએ. કંપની તમારી સમસ્યા ઉકેલવા માટે તત્પર છે.
દરમિયાન સોશિયલ મીડિયા પર પણ આ ઘટનાના અલગ અલગ પડઘા પડી રહ્યા છે. ચોકલેટમાં આ રીતે જીવતી ઈયળ જોવા મળતા ગુસ્સો ઠાલવી રહ્યા છે. એક યુઝરે વીડિયો પર કમેન્ટ કરતાં પોસ્ટ કરી હતી કે, કંપની સામે કેસ ફાઈલ કરો, વળતરનો દાવો કરો. જ્યારે બીજા એક યુઝલે લખ્યું હતું કે આ એક ગંભીર સમસ્યા છે, અને તેને હળવાશથી ના લઈ શકાય કેડબરી એક જાણીતી કંપની છે, આવી લાપરવાહી ના ચલાવી લેવાય. ત્રીજા એક યુઝરે કમેન્ટ કરતાં કહ્યું હતું કે, તેઓ હવે પોતાના બાળકો અને પરિવારના સદસ્યોને કેડબરી ચોકલેટ ખાવા નહીં આપે.