હાશકારોઃ Haldwaniમાં સ્થિતિ થાળે પડી, ચાંપતો બંદોબસ્ત યથાવત
હલ્દવાનીઃ હિંસાગ્રસ્ત હલ્દવા Haldwaniનીમાંથી રવિવારે કર્ફ્યુ ઉઠાવી લેવામાં આવ્યો હતો અને આજે અહીં સ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ હોવાનું નૈનીતાલના સિનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. લોકોને જીવન જરૂરિયાતોની પહોંચાડવાની તમામ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
બનભુલપુરાના સંવેદનશીલ સ્થળોએ સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સ (central paramilitary forces) ના જવાનો તહેનાત કરવામાં આવ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. અહીંના વિસ્તારો સિવાય સમગ્ર હલ્દવાનીમાંથી કર્ફ્યુ હટાવી લેવામાં આવ્યો છે.
Banbhoolpuraમાં આરોગ્યની સેવાઓ અને મેડિકલ સ્ટોર ખુલ્લા છે જ્યારે ગેસ સિલિન્ડર સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. અહીંના કિડવાઈ નગર, ઈન્દિરા નગર અને નઈ બસ્તી વિસ્તારમાં પણ જરૂરી સામાન પૂરો પાડવામાં આવી રહ્યો છે. સ્થાનિક વહીવટ તંત્રએ શાકભાજી, દૂધ વગેરે પણ લોકોને મળી રહે તેની વ્યવસ્થા કરી હોવાનું જણાવ્યું હતું.
જોકે ફરી કોઈ આપત્તીજનક ઘટના ન બને તે માટે 1000 જવાનો અહીંના વિસ્તારોમાં તહેનાત કરવામાં આવ્યા છે. હલ્દવાનીમાં ફાટી નીકળેલી હિંસામાં પાંચ જણના મોત થયા હતા. અહીં મહિલા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને ત્રણ-ચાર દિવસ સુધી ભયજનક માહોલ રહ્યો હતો.