આ સપ્તાહે ૧૦૦૦ કંપનીના પરિણામ જાહેર થશે
MORE THAN 1000 COMPANIES TO DECLARE RESULTS THIS WEEK
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: શેરબજારમાં હાલ સાવચેતીનો માહોલ છે અને રોકાણકારો ઇન્ફ્લેશન ડેટાની જાહેરાતની રાહ જોઇ રહ્યાં છે. જોકે, આ પરિસ્થિતિમાં પણ શેરલક્ષી કામકાજ સારા ચાલી રહ્યાં છે. કોર્પોરેટ પરિણામની મોસમ હાલ અંતિમ તબક્કામાં છે.
આ સપ્તાહે ૧૦૦૦થી વધુ કંપનીઓ તેમના ત્રિમાસિક પરિણામોની જાહેરાત કરશે અને કોર્પોરેટ પરિણામની મોસમનો અંત આવશે. આ સપ્તાહે પરિણામોની જાહેરાત કરનારા મુખ્ય કંપનીઓમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, આઈશર મોટર્સ, મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ અને ફીનિક્સ મિલ્સનો સમાવેશ થાય છે.
ત્રિમાસિક નાણાકીય પરિણામોની જાહેરાત કરનારી અન્ય કંપનીઓ અનુપમ રસાયણ, શેરા સેનિટરીવેર, ગેલેક્સી સર્ફેક્ટન્ટ્સ, એડલવેઈસ ફાઈનાન્સિયલ સર્વિસીસ, ખાદિમ ઈન્ડિયા, સંવર્ધન મધરસન ઈન્ટરનેશનલ, ભારત ઇલેક્ટ્રિકલ્સ, કોફી ડે, બોરોસિલ અને અન્યનો સમાવેશ છે. આમાંથી હિદુસ્તાન એરોનોટિક્સ સહિતની અમુક કંપનીના પરિણામ સોમવારે જાહેર થઇ ગયાં છે.