આદિત્ય નારાયણે લાઈવ પર્ફોર્મન્સ દરમિયાન ફેન્સ સાથે કર્યું કઈક એવું કે… Video થયો Viral
મુંબઈ: બૉલીવૂડના જાણીતા સિંગર ઉદિત નારાયણનો દીકરો આદિત્ય નારાયણ (Aditya Narayan) ફરી એક વખત તેના ગેરવર્તનને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યો છે. થોડા સમય પહેક આદિત્ય નારાયણ એરપોર્ટના એક સિક્યોરિટી ઓફિસરને ધમકાવવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. તાજેતરમાં છત્તીસગઢના એક કૉલેજ ઈવેન્ટમાં આદિત્ય નારાયણ સામેલ થયો હતો. આદિત્યના પેરફોર્મન્સને જોવા માટે સેંકડોની સંખ્યામાં લોકો અહીં આવ્યા હતા. આ લાઈવ કોન્સર્ટ દરમિયાન આદિત્યએ કોઈ કારણે ગુસ્સે થયો હતો. આ આખી ઘટનાનો વીડિયો (Viral Video) એક ફેને રેકોર્ડ કર્યો હતો. આ વીડિયોમાં આદિત્યના વર્તનને લીધે લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે.
સિંગર આદિત્ય નારાયણનો લાઈવ કોન્સર્ટનો વીડિયો જોરદાર વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં આદિત્ય સ્ટેજ પર ગીત ગાતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં સ્ટેજની આસપાસ લોકોની ભીડની વચ્ચે આદિત્ય સ્ટેજ પર ઊભો રહીને પેર્ફોર્મ્ન્સ કરી રહ્યો છે, એ દરમિયાન એક ફેન તેનાથી હાથ મળવવા જતાં આદિત્ય ગુસ્સે થતાં તે ફેનને મારવાનો પ્રયત્ન કર્યો હતો અને તે ફેનનો ફોન પણ ફેંકી દીધો હતો.
વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર લોકોએ આદિત્યના આવા ગેરવર્તન પર આક્રોશ વ્યક્ત કર્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે આદિત્યના લાઈવ પેરફોર્મન્સ દરમિયાન સ્ટેજ નજીક ઉભલા એક ચાહકે તેનો વીડિયો રેકોર્ડ કરવા માટે ફોન આદિત્યની નજીક લઈ ગઈ ગયો હતો. આ દરમિયાન આદિત્ય ફિલ્મ ‘ડોન’નું ગીત ગાઈ રહ્યો હતો અને થોડા સમયમાં આદિત્યએ ફેનના હાથ પર માઇક મારી તેનો ફોન ખેંચી દૂર ફેંકી દીધો હતો. જોકે હવે આદિત્યના આ વર્તનને લઈને લોકોએ ઘમંડી કહીને તેના પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે.