Big Boss 17 બાદ આ કપલની લવ સ્ટોરીનો થયો The End…
Big Boss Season 17 આ વખતે તેમાં થયેલા વિવાદો અને હાથા પાયી, થપ્પડ કાંડની સાથે સાથે જ કપલ્સ વચ્ચેના ખટરાગને કારણે પણ ખૂબ જ લાઈમ લાઈટમાં રહી હતી પછી એ Ankita Lokhande Vicky Jainની વાત હોય કે Aishwarya Sharma Neil Bhattને કારણે હોય… આ સિવાય Isha Malviya અને Samarth Jurail વચ્ચે પણ આ સીઝનમાં ભરપુર ઝઘડા, મતભેદ જોવા મળ્યા હતા.
હવે આમાંથી જ એક કપલને લઈને મહત્વના સમાચાર આવી રહ્યા છે અને ત્યાર બાદથી જ કપલના સંબંધોનો અંત આવી ગયો હોવાની ચર્ચા જોરશોરથી ઇન્ડસ્ટ્રીમાં ચાલી રહી છે. જી હા, અહીં વાત થઈ રહી છે ઈશા માલવિય અને સમર્થ જુરેલની.
એવા સમાચાર આવી રહ્યા છે કે ઈશા અને સમર્થનું બ્રેકઅપ થઈ ગયું છે અને બંને જણ છુટા પડી ગયા છે. બિગ બૉસ તા ખબર નામના પેજ પરથી પોસ્ટ કરવામાં આવેલા એક સમાચારમાં આવું જણાવવામાં આવ્યું છે.
આ રિપોર્ટમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે બિગ બોસના સ્પર્ધકો માટે રાખવામાં આવેલી પાર્ટીમાં આ બંને જણ સાથે એન્ટ્રી નહોતી લીધી. એટલું જ નહીં પણ બંને જણે પેપરાઝીને સાથે પોઝ આપવાનું પણ ટાળ્યું હતું. આ બધું જોતા આ કપલ વચ્ચે ભંગાણ પડ્યું હોવાની ચર્ચા જોરશોરથી થઈ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે શોમાં બંને વચ્ચે અનેક વખત ઝઘડા થતા જોવા મળ્યા હતા. આ સિવાય શોમાંથી બહાર આવ્યા બાદ પણ આ કપલ સાથે જોવા મળ્યું નથી જેને કારણે ફેન્સમાં બંનેના બ્રેકઅપની વાતો ચાલી રહી છે. શોમાં પણ બંને જણે ઘણી વખત બ્રેકઅપની અને અલગ થઈ જવાની વાત કરી ચૂક્યા હતા.