નેશનલમનોરંજન

Mithun Chakraborty Health: BJPના આ નેતાએ પૂછ્યા મિથુનના ખબર અંતર, Videoમાં બેડ પર બેઠેલા મિથુન દેખાયા

કોલકાતા: Mithun Chakraborty Health Update: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તી છેલ્લા બે દિવસથી કોલકાતાની એક ખાનગી હોસ્પિટલમાં એડમિટ છે. 73 વર્ષીય મિથુનને અચાનક છાતીમાં તીવ્ર દુખાવો થયો, જેના પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે બાદ ખબર પડી કે તેને સ્ટ્રોક આવ્યો હતો. અભિનેતા ડોક્ટરોની દેખરેખ હેઠળ છે. તેની સારવાર ચાલી રહી છે. આવી સ્થિતિમાં BJP નેતા દિલીપ ઘોષ હોસ્પિટલ પહોંચ્યા અને મિથુન સાથે ખાસ મુલાકાત કરી.

BJP નેતા દિલીપ ઘોષ મિથુનને મળ્યા અને તેમની તબિયત વિશે પૂછ્યું. દિલીપ ઘોષ (dilip gosh bjp) પણ મિથુનને ગુલાબના ફૂલ આપતા Videoમાં જોવા મળે છે. બંને એકબીજા સાથે વાત કરતા અને હસતા જોવા મળ્યા હતા. મિથુન ચક્રવર્તીને હસતા જોઈને ચાહકોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે. તેને જોઈને ચાહકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. અભિનેતાના તમામ ચાહકો તેમના સારા સ્વાસ્થય અને અને ઝડપથી સાજા થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે.

અગાઉ છાતીમાં તીવ્ર દુખાવાની ફરિયાદ બાદ અભિનેતાને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમના મગજના MRI, રેડિયોલોજી અને લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સમાં બહાર આવ્યું હતું કે મિથુન ચક્રવર્તીને ઇસ્કેમિક સેરેબ્રોવેસ્ક્યુલર એક્સિડેન્ટ (સ્ટ્રોક) નો ભોગ બનવું પડ્યું છે, જે મગજના નુકસાન સાથે સંબંધિત છે. અભિનેતામાં થોડી નબળાઈ છે. પરંતુ તબિયતમાં ઘણો સુધારો થયો છે. ડોકટરોની ટીમ તેની સંભાળ લઈ રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button