Ramayanમાં Amitabh Bachhanની એન્ટ્રી?
Bollywoodમાં હાલમાં જો કોઈની ચર્ચા થતી હોય તો તે છે નિતેશ તિવારી (Nitesh Tiwari) ની ફિલ્મની. નિતેશની ફિલ્મ રામાયણ (Ramayan)ને લઈને ચર્ચાઓએ જોર પક્ડયું છે. કોણ કઈ ભૂમિકામાં જોવા મળશે તે લોકો માટે પણ રસનો વિષય છે. ફિલ્મનું કાસ્ટિંગ સત્તાવાર રીતે તો જાહેર થયું નથી, પણ મીડિયામાં રોજ એક નામ ચમકતું રહે છે. હવે આ કાસ્ટિંગ લિસ્ટમાં સદીના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachhan)નું નામ જોડાયું છે. રિપોર્ટ્સ અનુસાર નિતેશની ટીમે અમિતાભ બચ્ચનનો સંપર્ક કર્યો છે. જો બીગ બી (Big B)હા પાડશે રામ બનેલા રણબીર કપૂરના પિતાના એટલે કે રાજા દશરથ (Raja Dashrath)ના રોલમાં તમને અમિતાભ બચ્ચન દેખાશે. આ વાત વાયરલ થતાં ફેન્સ ઘણા ખુશ છે. તેમના મતે દશરથના પાત્ર માટે બીગ બી એકદમ પરફેક્ટ કાસ્ટિંગ સાબિત થશે.
જોકે આ પહેલીવાર નથી અગાઉ 2009માં પણ બીગ બીને દશરથની ભૂમિકા ઓફર કરવામાં આવી હતી. ધ લેજન્ડ ઓફ રામ નામે ફિલ્મ માટે તેમને દશરથનો રોલ મળ્યો હતો, પણ આ ફિલ્મ બની નહીં. હવે ફરી બીગ બીને આ ઓફર મળી છે અને તેઓ સ્વીકારશે તો ફિલ્મની કાસ્ટમાં ચાર ચાંદ લાગી જશે. થોડા દિવસો પહેલા બીગ બી ફરી રામલલ્લાના દર્શને ગયા હતા. રામ મંદિર (Ram Mandir)ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન તેઓ હાજર રહ્યા હતા. આ સાથે તેમણે અહીં મોટી જમીન પણ ખરીદી છે.
ફિલ્મ રામાયણની વાત કરીએ તો રણબીર કપૂરનું નામ રામના પાત્રમાં નક્કી થઈ ગયું છે. સીતાના પાત્ર માટે જ્હાનવી કપૂર(Jhanvi Kapoor) અને સાંઈ પલ્લવીનું નામ લેવામા આવી રહ્યું છે. રાવણનું પાત્ર સાઉથના હીરો યશ નિભાવશે અને હનુમાનના પાત્રમાં સન્ની દેઓલ (Sunny Deol) જોવા મળશે. આ સાથે હવે શૂર્પણખાના પાત્રમાં રકુલ પ્રીત (Rakul Preet)નું નામ લેવાઈ રહ્યું છે. જોકે આ કાસ્ટિંગની કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી.