તહેવારોની સિઝન દરમિયાન થાણે પ્રોપર્ટી માર્કેટમાં સકારાત્મક વલણ
થાણે: જ્યારે નિયમનકાર વ્યાજદરો સ્થિર રાખે છે, ત્યારે તેની બજારના સેન્ટિમેન્ટ પર સકારાત્મક અસર જોવા મળે છે, ખાસ કરીને થાણેના પ્રોપર્ટી બજારમાં. આરબીઆઇએ રેપો રેટ ૬.૫ ટકા પર જાળવી રાખવાના લીધેલા નિર્ણયને કારણે હોમ લોનના વ્યાજદરો વધશે નહીં; જે થાણેમાં ઘર શોધનાર માટે સારી વાત છે. ભારતીય અર્થતંત્રમાં થઇ રહેલી સકારાત્મક વૃદ્ધિ સાથે જ પાછલા વર્ષમાં થાણેની મિલકતના વેચાણમાં પણ વૃદ્ધિ જોવા મળી હતી. જેમ જેમ થાણેના વાર્ષિક પ્રોપર્ટી એક્સ્પોની તારીખ નજીક આવી રહી છે તેમ, આરબીઆઈનું પગલું પ્રોપર્ટી એક્સ્પો દરમિયાન અને પછી વધુ સંભવિત વેચાણની સંભાવના ઉભી કરે છે.
થાણે પ્રોપર્ટી માર્કેટના નોંધનીય પાસાઓમાંનું એક એ છે કે વર્ષોથી કિંમતની દૃષ્ટિએ સ્થિરતા જોવા મળે છે; તેમજ માગ/પુરવઠાનો ગુણોત્તર પણ સ્વસ્થ છે. સમગ્ર મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર) માંથી ઘર શોધનારાઓ થાણેમાં સસ્તુથી લઈને લક્ઝરી અને તેની વચ્ચેના તમામ વિભાગમાં યોગ્ય કિંમતે તેમના સ્વપ્નનાં ઘરો શોધી રહ્યાં છે. વર્ષોથી જોવા મળેલો ટ્રેન્ડ એ છે કે જ્યારે એક્સ્પો ફેબ્રુઆરીમાં સમાપ્ત થાય છે, ત્યારે તેની અસર આગામી કેટલાક મહિનાઓમાં ચાલુ રહે છે. એક્સ્પો દરમિયાન, ડેવલપર્સ વ્યવહારો થાય તે માટે પણ કામ કરે છે, જેમાં ડીલ સ્વીટનર્સ અને ઑફર્સ તહેવારોની ભાવનામાં વધારો કરે છે, જે થાણેમાં ઘર ખરીદવાનો યોગ્ય માહોલ રચે છે.
મુકેશ પટેલ
એમસીએચઆઈ પ્રદર્શનમાં આવનારા ખરીદદારના ફાયદા
પ્રદર્શનમાં જ વિવિધ પ્રોજેક્ટો પર નજર નાખવાથી સંભવિત ખરીદદારના ઘણા સમયનો બચાવ થાય છે. ત્યારબાદ પસંદ – નાપસંદ નક્કી કરી જે ગમ્યા હોય એની જ મુલાકાત લઈ નિર્ણય કરવાનો રહે છે. આ ઉપરાંત સરખામણી કરવા માટે તેમ જ કોઈ સવાલ ઉદ્ભવતા હોય તો એના જવાબ બહુ જલદી મળી શકે છે. પરિણામે નિર્ણય
લેવામાં આસાની રહે છે અને
સરખી જાણકારી પણ પ્રાપ્ત
થાય છે. પ્રદર્શનના દિવસો દરમિયાન હોમ લોન આપતી સંસ્થાઓ સ્થળ પર સૈદ્ધાંતિક મંજૂરી આપી પ્રોસેસિંગ ફીમાંથી મુક્તિ પણ આપતી હોય છે. આ ઉપરાંત ઘર ખરીદવા માગતી વ્યક્તિના હિતમાં હોય એવી સ્કીમ પણ બતાવવામાં આવતી
હોય છે.
બધા પ્રોજેક્ટોની જાહેરખબર નિયમિત ન થતી હોવાથી ઘર ખરીદવા ઈચ્છતા લોકોને એક જ છત નીચે વિવિધ ડેવલપરો દ્વારા અનેક વિકલ્પોની જાણકારી મળી રહે છે. એમસીએચઆઈના પ્રદર્શન વખતે જ સર્વ અગ્રણી ડેવલપરો અને પ્રોજેક્ટો એક છત નીચે જોવા મળે છે. રિયલ એસ્ટેટમાં ઘર ખરીદવા માગતા લોકોએ આ અનોખા પ્રદર્શનમાં હાજરી આપવી જ જોઈએ, એમ નીલકંઠ ગ્રૂપના મુકેશ પટેલે જણાવ્યું હતું.