વેપાર અને વાણિજ્ય

અમેરિકાનો એસએન્ડપી -૫૦૦ ઈન્ડેકસ પ્રથમ વખત ૫૦૦૦ની નવી ઊંચી સપાટીને સ્પર્શ્યો

મુંબઇ : અમેરિકાનો ફ્લેગશીપ ઈન્ડેકસ એસ એન્ડ પી ૫૦૦ શુક્રવારે પ્રથમ વખત ૫૦૦૦ના લેવલની ઉપર બંધ આવ્યો છે. નાસ્ડેક પણ ઈન્ટ્રાડેમાં ૧૬,૦૦૦ ઉપર ટ્રેડ થયો હતો અને ઈન્ટ્રાડેમાં ૧૬,૦૦૭.૨૯નું નવું ૫૨ સપ્તાહનું ઉચ્ચતમ સ્તર બનાવ્યું હતુ. જોકે ડાઉ જોન્સ સામાન્ય ઘટાડા સાથે બંધ આવ્યો હતો.

નીવિદા સહિતના મેગાકેપ અને ચિપ શેરના બૂસ્ટરના જોરે એસએન્ડપી અડધો ટકો અને નાસ્ડેક સવા ટકા ઉંચકાયા હતા. રોઈટર્સના અહેવાલ અનુસાર નીવિદા એડવાન્સ્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રોસેસર્સ સહિત ક્લાઉડ કમ્પ્યુટિંગ ફર્મ્સ અને અન્ય માટે બીસ્પોક ચિપ્સ ડિઝાઇન કરવા માટે એક નવું બિઝનેસ યુનિટ બનાવી રહ્યું છે. અહેવાલના પગલે શેર ૩.૬ ટકા ઉંચકાઈને નવા રેકોર્ડ હાઈ પર પહોંચ્યો હતો. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રિયલ એવરેજ ૫૪.૬૪ પોઇન્ટ અથવા ૦.૧૪ ટકા ઘટીને ૩૮,૬૭૧.૬૯ પર, એસ એન્ડ પી ૫૦૦ ૨૮.૭૦ અંક, ૦.૫૭ ટકા વધીને ૫૦૨૬.૬૧ પર અને નાસ્ડાક કોમ્પોસિટ ૧૯૬.૯૫ પોઈન્ટ, ૧.૨૫ ટકા વધીને ૧૫,૯૯૦.૬૬ પર બંધ આવ્યા છે. આ સપ્તાહે ત્રણેય ઇન્ડેક્સે સતત પાંચમો સાપ્તાહિક વધારો નોંધાવ્યો હતો, જેમાં અનુક્રમે ૦.૦૪ ટકા, ૧.૪ ટકા અને ૨.૩ ટકા વધ્યા છે. ડાઉ જોન્સ પર પિનટરેસ્ટ નબળા પરિણામો બાદ ૯.૫ ટકા તૂટયો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો