વેપાર

હેલ્થકેર શૅરોમાં સૌથી વધુ લેવાલી અને એફએમસીજી શેરોમાં સૌથી વધુ વેચવાલી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: બેન્ક અને ફાઇનાન્સ શેરોમાં ભલે હલચલ વધુ હોય પરંતુ પાછલા સપ્તાહે હેલ્થકેર શેરોમાં સૌથી વધુ લેવાલી અને એફએમસીજી શેરોમાં સૌથી વધુ વેચવાલી નોંધાઇ હોવાને પરિણામે સમીક્ષા હેઠળના ૫ાંચમી ફેબ્રુઆરી, ૨૦૨૪થી નવમી ફેબ્રુઆરી, ૨૦૨૪ દરમિયાનના સપ્તાહ દરમિયાન સેક્ટરલ ઈન્ડાયસીસમાં હેલ્થકેર ઈન્ડેક્સ સર્વાધિક વધ્યો હતો અને એફએમજીસી ઈન્ડેક્સ સર્વાધિક ઘટ્યો હતો.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સ પાછલા સપ્તાહના ગુરૂવારના ૭૨,૦૮૫.૬૩ પોઇન્ટના બંધથી ૪૯૦.૧૪ પોઈન્ટ્સ (૦.૬૮ ટકા) ઘટ્યો હતો. સેન્સેક્સ સોમવારે ૭૨,૨૬૯.૧૨ પોઇન્ટની સપાટીએ ખૂલી, ૭ ફેબ્રુઆરી, ૨૦૨૪ના રોજ ઊંચામાં ૭૨,૫૫૯.૨૧ પોઇન્ટ અને ૦૯ ફેબ્રુઆરી, ૨૦૨૪ના રોજ નીચામાં ૭૧,૨૦૦.૩૧ પોઇન્ટ સુધી જઈ અંતે ૭૧,૫૯૫.૪૯ પોઇન્ટની સપાટી પર બંધ રહ્યો હતો. આ સપ્તાહના અંતે માર્કેટ કેપ રૂ.૩૮૬.૩૬ લાખ કરોડ રહ્યું હતું. બ્રોડ બેઝ્ડ ઈન્ડેક્સમાં મીડ કેપ ઈન્ડેક્સ ૧.૬૫ ટકા, બીએસઈ-૧૦૦ ઈન્ડેક્સ ૦.૨૨ ટકા, બીએસઈ-૨૦૦ ઈન્ડેક્સ ૦.૩૪ ટકા અને બીએસઈ-૫૦૦ ઈન્ડેકસ ૦.૨૨ ટકા વધ્યા હતા, જ્યારે સ્મોલ કેપ ઈન્ડેક્સ ૦.૪૪ ટકા ઘટ્યો હતો. એસએન્ડપી બીએસઈ આઈપીઓ ૦.૬૦ ટકા વધ્યો હતો, જ્યારે એસએમઈ આઈપીઓ ૨.૧૯ ટકા ઘટ્યો હતો. એસએન્ડપી બીએસઈ કાર્બોનેક્સ ૦.૨૫ ટકા અને એસએન્ડપી બીએસઈ ગ્રીનેક્સ ૧.૮૦ ટકા વધ્યા હતા. સેકટરલ ઈન્ડેક્સમાં ઓટો ૦.૯૯ ટકા, હેલ્થકેર ૩.૩૯ ટકા, આઈટી ૧.૦૮ ટકા, મેટલ ૧.૭૫ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૩.૮૦ ટકા, પાવર ૦.૧૯ ટકા, પીએસયુ ૨.૪૭ ટકા, રિયલ્ટી ૨.૪૮ ટકા અને ટેક ૦.૬૨ ટકા વધ્યા હતા, જ્યારે બેન્કેક્સ ૦.૪૭ ટકા, કંઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૭૨ ટકા, કેપિટલ ગુડ્સ ૧.૧૧ ટકા અને એફએમજીસી ૨.૨૬ ટકા ઘટ્યા હતા. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ શેરોમાંથી સૌથી વધેલા પાંચ શેરોમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ૧૦.૨૦ ટકા ઊછળ્યો હતો, જ્યારે સન ફાર્મા ૭.૬૭ ટકા, ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસિસ ૪.૦૬ ટકા, ટાટા મોટર્સ ૩.૯૫ ટકા અને એચસીએલ ટેકનોલોજી ૨.૯૭ ટકાનો વધારો નોંધાયો હતો. એ જ રીતે, એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ શેરોમાંથી સૌથી ઘટેલા પાંચ શેરોમાં આઈટીસી ૫.૯૨ ટકા ગબડ્યો હતો, જ્યારે બજાજ ફિનસર્વ ૫.૧૬ ટકા, કોટક મહિન્દ્રા બેન્ક ૪.૭૦ ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક ૩.૪૮ ટકા અને એચડીએફસી બેન્ક ૩.૧૧ ટકાનો ઘટાડો નોંધાયો હતો.

સપ્તાહ દરમિયાન એ ગ્રુપની ૭૧૧ કંપનીઓમાં ૩૧૪ સ્ક્રિપ્સના ભાવ વધ્યા હતા અને ૩૯૭ સ્ક્રિપ્સના ભાવ ઘટ્યા હતા. સપ્તાહ દરમિયાન કરન્સી ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં કુલ રૂ. ૩૦,૩૪૫.૩૯ કરોડનું કુલ કામકાજ થયું હતું. આ સપ્તાહમાં સૌથી વધારે રૂ. ૭૭૮૮.૦૧ કરોડનું ટર્નઓવર ગુરૂવાર, ૮ ફેબ્રુઆરી, ૨૦૨૪ના રોજ થયું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button