ધર્મતેજ

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
દૈવી સ્વરૂપ અને આયુધની જોડી જમાવો
A B
રાજા રામમોહન રોય સત્ય શોધક સમાજ
સ્વામી વિવેકાનંદ આર્ય સમાજ
દયાનંદ સરસ્વતી બ્રહ્મો સમાજ
જ્યોતિબા ફૂલે પ્રથમ મહિલા યુનિવર્સિટી
મહર્ષિ કર્વે રામકૃષ્ણ મિશન

ઓળખાણ પડી?
ભગવાન વિષ્ણુને સમર્પિત અને સાસુ વહુના મંદિર તરીકે પણ લોકજીભે રમતું થયેલું સહસ્રબાહુ મંદિર દેશના કયા રાજ્યમાં સ્થિત છે એ કહી શકશો?
અ) મધ્ય પ્રદેશ બ) રાજસ્થાન ક) ગુજરાત ડ) બિહાર

ગુજરાત મોરી મોરી રે
હાઈકુ અથવા સત્તરાક્ષરી એ પાંચ, સાત અને પાંચ અક્ષરોની અનુક્રમે ત્રણ પંક્તિઓનો બનેલો જાપાની કવિતાનો પ્રતિષ્ઠા પામેલો કાવ્યપ્રકાર છે. ગુજરાતી સાહિત્યમાં હાઈકુ કાવ્યપ્રકારને પ્રતિષ્ઠિત કરનારા કવિનું નામ જણાવો?
અ) ઉમાશંકર જોશી બ) કરસનદાસ માણેક
ક) બાલમુકુન્દ દવે ડ) ઝીણાભાઈ દેસાઈ

માતૃભાષાની મહેક
ક્રિયાપૂરક શબ્દો એટલે ક્રિયાનો અર્થ પૂર્ણ કરનારા શબ્દો. અમુક ક્રિયાપદ નાના હોવાથી એનો અર્થ નથી સમજાતો. આવા ક્રિયાપદને
ક્રિયાપૂરક શબ્દોની જરૂર પડે છે. ઉદાહરણ તરીકે ‘છે’ ક્રિયાપદ માત્ર અસ્તિત્વ દર્શાવે છે, પણ એનાથી કશું સમજાતું નથી. દા.ત. ગાંધીનગર છે. ગાંધીનગર ગુજરાતનું પાટનગર છે. ક્રિયાપૂરક શબ્દો વાક્યને અર્થપૂર્ણ
બનાવે છે.

ઈર્શાદ
કાજલ ન ત્યજે શ્યામતા, મોતી ત્યજે ન શ્ર્વેત,
દુર્જન ત્યજે ન કુટિલતા,
સજજન ત્યજે ન હેત.
— લોક રચના

ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
અનેક ફરિયાદો મળવાથી પોલીસે કાંકરીચાળો કરનારા સામે કડક પગલાં લેવાનું શરૂ કર્યું. આ વાક્યમાં કાંકરીચાળો શબ્દનો અર્થ જણાવો.
અ) નકલ બ) ચાલાકી ક) અટકચાળો ડ) પથ્થરમારો

માઈન્ડ ગેમ
દક્ષિણમાં ગુરુ દ્રોણને અંગૂઠો આપી દેનારા એકલવ્યના પુત્રનું નામ જણાવો જે કૌરવ સેનાને સાથ આપી પાંડવો સામે યુદ્ધમાં સહભાગી થયો હતો.
અ) અશ્ર્વત્થામા બ) કચ ક) પરીક્ષિત ડ) કેતુમાન

ગયા સોમવારના જવાબ
ભાષા વૈભવ
શ્રી અરવિંદ આશ્રમ પુડુચેરી
બેલૂર મઠ પશ્ર્ચિમ બંગાળ
આદિયોગી શિવ આશ્રમ તામિલનાડુ
સાઇકલ સ્વામી આશ્રમ વારાણસી
સાબરમતી આશ્રમ અમદાવાદ

ગુજરાત મોરી મોરી રે
નાનાલાલ

ઓળખાણ પડી?
વશિષ્ઠ

માઈન્ડ ગેમ
શુક્રાચાર્ય

ચતુર આપો જવાબ
અર્થ જણાવો
લબાડ

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ, (૨) મુલરાજ કપૂર, (૩) શ્રદ્ધા અસ્સાર, (૪) ભારતી બુચ, (૫) ડૉ. પ્રકાશ કટકિયા, (૬) શ્રી મતિ. ભારતી કટકિયા, (૭) ખુશરૂ કાપડીયા, (૮) વિભા મહેશ્ર્વરી, (૯) પુષ્પા પટેલ, (૧૦) લજીતા ખોના, (૧૧) મહેશ સંઘવી, (૧૨) મીનળ કાપડિયા, (૧૩) મહેન્દ્ર લોઢાવિયા, (૧૪) મનિષા શેઠ, (૧૫) ફાલ્ગુની શેઠ, (૧૬) હીરા જે. શેઠ, (૧૭) હર્ષા મહેતા, (૧૮) નિખીલ બેંગાલી, (૧૯) અમિષી બેંગાલી, (૨૦) નંદકિશોર સંજાણવાળા, (૨૧) તાહેર ઔરંગાબાદવાલા, (૨૨) શીરીન ઔરંગાબાદવાલા, (૨૩) કલ્પના અશર, (૨૪) ભાવના કારવે, (૨૫) સુરેખા દેસાઈ, (૨૬) દેવેન્દ્ર સંપત, (૨૭) મહેશ દોશી, (૨૮) સુભાષ મોમાયા, (૨૯) જગદિશ ઠક્કર, (૩૦) રસીક જુઠાણી-ટોરોન્ટો-કેનેડા, (૩૧) ઈનાક્ષીબેન દલાલ, (૩૨) હિનાબેન દલાલ, (૩૩) રમેશભાઈ દલાલ, (૩૪) જ્યોત્સના ગાંધી, (૩૫) ધીરેન્દ્ર ઉદેશી, (૩૬) પુષ્પા ખોના, (૩૭) નીતીન જે. બજરીયા, (૩૮) દિલીપ પરીખ, (૩૯) પ્રવીણ વોરા, (૪૦) રજનીકાંત પાટવા, (૪૧) સુનીતા પાટવા, (૪૨) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી, (૪૩) વર્ષા સૂર્યકાંત શ્રોફ, (૪૪) નયના ગિરીશ મિસ્ત્રી, (૪૫) વીણા સંપત, (૪૬) જ્યોતિ ખાંડવાલા, (૪૭) પ્રતિમા પામાણી, (૪૮) ધિરેન્દ્ર ઉદેશી, (૪૯) અબદુલ્લા એ. મુનીમ, (૫૦) જયવંત નાયક

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button