નેશનલ

ટીએમસીના રાજ્યસભાના સાંસદ બનશે પત્રકાર સાગરિકા ઘોષ

કોલકાતા: તૃણમૂલ કોંગ્રેસે (ટીએમસી) રાજ્યસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધાં છે. સુષ્મિતા દેવને ફરી એકવાર રાજ્યસભામાં મોકલવામાં આવશે. આ સિવાય સાગરિકા ઘોષ, મમતા બાલા ઠાકુર અને નદીમુલ હકના નામ પણ આ યાદીમાં સામેલ છે.

ટીએમસીએ સત્તાવાર જાહેરાત કરતા ટ્વિટર પર પોસ્ટ કરી ચારેયના નામ જાહેર કર્યા છે અને તેમને શુભેચ્છા પાઠવી છે.

સુષ્મિતા દેવ પહેલા પણ ટીએમસીના સાંસદ રહી ચૂક્યા છે. ૨૦૨૧માં કોંગ્રેસમાંથી ટીએમસીમાં જોડાયા બાદ પાર્ટીએ તેમને રાજ્યસભામાં મોકલ્યા. તેમનો કાર્યકાળ થોડા સમય પહેલા પૂરો થયો હતો. નદીમુલ હક પાર્ટીના રાજ્યસભા સાંસદ છે. મમતા ઠાકુર મટુઆ સમુદાયની ધાર્મિક હસ્તી છે જેણે ૨૦૧૯ માં બાણગાંવ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડી હતી, પરંતુ ભાજપના શાંતનુ ઠાકુર દ્વારા પરાજય થયો હતો. સાગરિકા ઘોષ એક જાણીતા પત્રકાર અને લેખિકા છે. અને જાણીતા પત્રકાર
રાજદીપ સરદેસાઈનાં પત્ની છે. તેમને મમતા બેનરજીના પક્ષે રાજ્યસભા માટે નોમિનેટ કર્યાં છે. દરમિયાન સરદેસાઈનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તે કહે છે કે મારો દીકરો વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રશંસક છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button