હેં, Nita Ambaniને આ મામલામાં પાછળ મૂક્યા વહુ Shloka Mehtaએ!
અંબાણી પરિવારની ફિમેલ મેમ્બર્સની ફેશનસેન્સની વાત થઈ રહી હોય તો એમાં સૌથી પહેલાં નામ આવે નીતા અંબાણીનું. પરંતુ હાલમાં જ એક ઈવેન્ટમાં નીતા અંબાણીને પણ ટક્કર મારે એવી ફેશન સેન્સ સાથે શ્લોકા મહેતા પહોંચી હતી અને તેને કારણે શ્લોકા લાઈમલાઈટમાં છે. વાત જાણે એમ છે કે ઈવેન્ટમાં શ્લોકાની સાડી એટલી યુનિક હતી કે તે બધાની નજરમાં આવી ગઈ હતી. આવો જોઈએ એવું તે શું ખાસ હતું આ સાડીમાં તે જે લોકોની નજરે પડી ગઈ હતી અને નીતા અંબાણી પણ એની સામે ફિકા પડી ગયા હતા.
વાત જાણે એમ છે કે હાલમાં જ કોકિલાબહેન અંબાણીની દીકરીઓ દ્વારા તેમના 90મા બર્થડેનું પ્રિ-સેલિબ્રેશન ફંક્શન રાખવામાં આવ્યું હતું અને આ ઈવેન્ટમાં શ્લોકા મહેતાએ મહેફિલ લૂંટી લીધી હતી. શ્લોકાએ આ ઈવેન્ટમાં પહેરવા માટે મનીષ મલ્હોત્રાની ઓમ્બ્રે ડ્રેપ પસંદ કરી હતી અને કહેવાની જરૂર ખરી કે શ્લોકા હંમેશની જેમ એકદમ સુંદર લાગી રહી હતી? પિંક અને ફૂશિયા પિંક કલરની ડ્યુઅલ શેડ સાડીના પાલવ તેમ જ હેમલાઈનમાં એકદમ નાજુક ફ્લોરલ મોટિફ્સ સાથેની પિંક રંગની આ શિફોનની સાડી ખૂબ જ અદ્ભૂત લાગી રહી હતી.
ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ ઈન્સ્ટાગ્રામ પર શ્લોકા મહેતા અંબાણીના ફોટો શેર કર્યા છે અને આ પિંક ઓમ્બ્રે સાડીમાં શ્લોકા ખૂબ જ બ્યુટીફૂલ લાગી રહી હતી અને તેનો લૂક એકદમ રેટ્રો સ્ટાઈલનો લાગી રહ્યો હતો. આ સાડી સાથે શ્લોકાએ પિંક કલરનો જ ફુલ-સ્લીવ પફ્ડ બ્લાઉઝ પહેર્યો છે. પોતાના લૂકને કમ્પલિટ કરવા માટે શ્વેતાએ એની સાથે મિનીમલ મેકઅપ કર્યો હતો અને એસેસરીઝમાં તેણે ડેલિગેટ ડગ્લર્સ પહેર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે ફેશનના મામલામાં તો શ્લોકા સાસુ નીતા અંબાણીને પણ પાછળ મૂકી દે છે. શ્લોકાની ફેશનસેન્સ એકદમ કમાલની છે. આ પહેલાં રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીની એન્ગેજમેન્ટ વખતે પણ શ્લોકા પોતાની ફેશન સેન્સને કારણે લાઈમલાઈટમાં આવી હતી અને લોકોએ એ સમયે પણ તેના લૂકના ભર-ભરીને વખાણ કર્યા હતા.
Ambani.. Ambani.. Ambani..
What is this?
What’s the importance of such “news”!?