વસંત પંચમીના દિવસે આ રંગના વસ્ત્રો પહેરીને કરો મા સરસ્વતીની પૂજા અને જુઓ ચમત્કાર…
14મી ફેબ્રુઆરીના વસંત પંચમીનો તહેવાર આવી રહ્યો છે. હિન્દુ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યા અનુસાર આ દિવસ માતા સરસ્વતીની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે અને એની સાથે સાથે જ પીળા રંગના વસ્ત્રો પહેરવાનું પણ એક આગવું મહત્ત્વ છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે આખરે વસંત પંચમીના દિવસે પીળા રંગના જ કપડાં કેમ પહેરવામાં આવે છે અને એનું શું મહત્ત્વ છે?
પીળા રંગને વસંત ઋતુનું પ્રતિક માનવામાં આવે છે. આ સિવાય પીળા રંગને સમૃદ્ધિ, ઉત્સાહ અને નવી શરૂઆતનું પ્રતિક માનવામાં આવે છે આ જ કારણે વસંત પંચમીના દિવસે પીળા રંગના કપડાં પહેરવાનું વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. આ પ્રકારના કપડાં ઉત્સવના વાતાવરણને વધારે રોમાંચક અને બનાવે છે.
હિન્દુ ધર્મમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દર વર્ષે માઘ મહિનાના શુક્લ પક્ષની પંચમીને વસંત પંચમીના તહેવાર તરીકે ખૂબ જ ધામધૂમ અને ઉત્સાહથી મનાવવામાં આવે છે. આ દિવસે માતા સરસ્વતીની પૂજા કરવાનું પણ અનેરું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. આ વર્ષે વસંત પંચમી 14મી ફેબ્રુઆરી, 2024ના રોજ ઉજવવામાં આવશે અને સવારે 10:30 થી બપોરે 1:30 સુધી મા સરસ્વતીની પૂજા કરવાનો શુભ સમય જણાવવામાં આવ્યો છે.
એક ધાર્મિક માન્યતા છે કે બસંત પંચમીના દિવસે માતા શારદાની પૂજા પીળા રંગના વસ્ત્રો પહેરીને કરવામાં આવે છે. તેમજ તેમને પીળા ફૂલ અર્પણ કરવામાં આવે છે. આ દિવસે પૂજામાં પીળી વસ્તુઓનો ઉપયોગ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી માતા સરસ્વતી પ્રસન્ન થાય છે અને બુદ્ધિ, વિવેક અને જ્ઞાનના આશીર્વાદ આપે છે.
જ્યોતિષશાસ્ત્રમાં પીળા રંગને સુખ, શાંતિ અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે, વસંત પંચમીના દિવસે જ સૂર્ય દેવ ઉત્તરાયણમાં હોય છે, એ સમયે સૂર્યના કિરણોને કારણે ધરતી પીળી થઈ જાય છે અને એવું માનવામાં આવે છે કે પીળો રંગ લોકોનો આત્મવિશ્વાસમાં વૃદ્ધિ કરે છે. આ સિવાય પીળો રંગ તાણ ઓછો કરવામાં પણ મદદરૂપ સાબિત થાય છે. એવું પણ કહેવાય છે કે જો આ દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરીને દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવે છો તો શુભ ફળની પ્રાપ્તિ થાય છે. આ જ કારણે લોકો વસંત પંચમીના દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરે છે અને માતા સરસ્વતીને સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવે છે.