નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

લોકસભા સંગ્રામઃ પંજાબ પછી દિલ્હીમાં કેજરીવાલે કરી મોટી જાહેરાત

I.N.D.I.A. ગઠબંધન સાથે સસ્પેન્સ અકબંધ

લોકસભા સંગ્રામઃ પંજાબ પછી દિલ્હીમાં કેજરીવાલે કરી મોટી જાહેરાત, I.N.D.I.A. ગઠબંધન સાથે સસ્પેન્સ અકબંધ
નવી દિલ્હીઃ આગામી લોકસભાની ચૂંટણી (Loksabha Election)માં દિલ્હીની સાત બેઠક પર આમ આદમી પાર્ટી (આપ) અને કોંગ્રેસ સાથે મળીને લડશે કે નહીં એના મુદ્દે હજુ પણ સસ્પેન્સ અકબંધ રહ્યું છે, કારણ કે આ મુદ્દે સત્તાવાર જાહેરાત કરી નથી. જોકે, આમ આદમી પાર્ટી (AAM AADMI PARTY)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે (Arvaind Kejriwal) પંજાબમાં સૌથી મોટું નિવેદન આપ્યું હતું. પંજાબમાં I.N.D.I.A. ગઠબંધનથી અલગ થઈને એકલા ચૂંટણી લડવાની જાહેરાત કર્યા પછી આજે કેજરવાલી કહ્યું હતું કે દિલ્હીના લોકોએ આ વખતે નક્કી કર્યું છે કે દિલ્હીની સાતેય લોકસભાની સીટ પર આમ આદમી પાર્ટી એકલી લડશે.


રેલીને સંબોધતા કેજરીવાલે કહ્યું હતું કે કેન્દ્રમાં ‘આપ’ની સરકાર બની જશે એવો ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ને ડર સતાવે છે. આખા દેશમાં આમ આદમી પાર્ટી ઝડપથી આગળ વધી રહી છે. આમ આદમી પાર્ટી 10 વર્ષનું નાનું બાળક છે, પણ આ નાના બાળકે મોટી મોટી પાર્ટીના નાકમાં દમ લાવી દીધો છે, એવો દાવો કર્યો હતો.


વાસ્તવમાં આ પાર્ટીએ અન્ય મોટી પાર્ટીની ઊંઘ હરામ કરી નાખી છે. એમના સપનામાં પણ અમારા લોકો ભૂતના માફક આવે છે. પંજાબમાં કેજરીવાલે કેન્દ્ર સરકારની આકરી ટીકા કરતા કહ્યું હતું કે પંજાબમાં અમને કામ કરતા રોકવામાં આવી રહ્યા છે, જ્યારે દિલ્હીમાં અમને રોકવામાં આવી રહ્યા છે. હું જે કરવા ઈચ્છું છું એને પણ રોકવામાં આવે છે, એવો કેજરીવાલે દાવો કર્યો હતો.


એક નાની પાર્ટી 10 વર્ષમાં પંજાબ અને દિલ્હીમાં સરકાર બનાવી હતી. ગુજરાત અને ગોવામાં પણ વિધાનસભ્ય બન્યા છે, જ્યારે જ્યાં ચૂંટણી લડે છે, ત્યાં ઘણા મતો પણ મળે છે. હવે ભાજપને પણ ડર છે કે આપ જેટલી ઝડપથી આગળ વધે છે, તેથી એક દિવસ કેન્દ્રમાં આમ આદમી પાર્ટની સરકાર બનાવશે.


પંજાબમાં કેજરીવાલે કહ્યું હતું કે ભાજપ 30 વર્ષમાં ગુજરાતમાં, પંદર વર્ષથી સરકાર ચાલી રહી છે, પરંતુ એક સ્કૂલ બરાબર ઠીક કરી શકી નથી અને ન તો વીજળીની વ્યવસ્થા યોગ્ય આપી શકી નથી. તેમણે કહ્યું હતું કે જો તમારામાં હિંમત હોય તો કામ કરીને બતાવો. જે કામકાજ આમ આદમી પાર્ટી કરે છે એ કામ એ લોકો પણ કરતા નથી. આમ આદમી પાર્ટીને કચડવાનું બંધ કરો, ધરપકડ કરવા અને બદનામ કરવા ઈચ્છે છે, પરંતુ જનતા અમારી સાથે છે, તેથી ડર રહ્યો નથી, એવું તેમણે જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button