Aishwarya અને Sushmitaને પાછળ મૂકી દેનારી એક્ટ્રેસ અત્યારે જીવી રહી છે આવું જીવન…
હેડિંગ વાંચીને મનમાં એ જાણવાની તાલાવેલી થઈ ગઈ ને કે આખરે એવી તે કઈ એક્ટ્રેસ છે અને તે કેવું જીવન જીવી રહી છે બરાબર ને? ચાલો વધારે સસ્પેન્સ સસ્પેન્સ રમ્યા વગર તમને આ એક્ટ્રેસ વિશે જણાવી જ દઈએ.
ગ્લેમર વર્લ્ડમાં દરરોજ નવા ટેલેન્ટની એન્ટ્રી થતી જ હોય છે અને એમાંથી અમુક લોકોના જ સપનાં પૂરા થાય છે, જ્યારે અમુક લોકો હતાશ થઈને ગુમનામીની ગલીઓમાં કે સંન્યાસના રસ્તા પર ચાલવા લાગે છે. આવી જ એક એક્ટ્રેસ છે બરખા મદાન… એક સમય હતો કે જ્યારે બરખા મોડેલિંગ ઈન્ડસ્ટ્રીનું એક ખૂબ જ જાણીતું નામ હતું અને 1994માં તેણે મિસ ઈન્ડિયા બ્યુટી પેજેન્ટમાં હિસ્સો પણ લીધો હતો, જેમાં તેણે ઐશ્વર્યા રાહ બચ્ચન અને સુષ્મિતા સેન જેવી એક્ટ્રેસને કાંટે કી ટક્કર આપી હતી. એક તરફ જ્યાં સુષ્મિતાએ મિસ ઈન્ડિયાનો તાજ જિત્યો હતો ત્યાં ઐશ્વર્યા ફર્સ્ટ રનર અપ રહી હતી.
બરખાને મિસ ઈન્ડિયા ટૂરિઝ્મના તાજથી નવાજવામાં આવી હતી અને ત્યાર બાદ બરખાએ હિંદી ફિલ્મોમાં પોતાનું નસીબ અજમાવ્યું હતું. તેણે ઉમેશ શર્માની ફિલ્મ ખિલાડિયોં કા ખિલાડીથી ડેબ્યુ કર્યું હતું. મેકર્સ બરખાની એક્ટિંગથી ઈમ્પ્રેસ થઈ ગયા હતા અને તેને એક પછી એક અનેક ફિલ્મની ઓફર મળવા લાગી. એક તરફ જ્યાં એક્ટ્રેસનું ફિલ્મી કરિયર એકદમ હિટ થઈ રહ્યું હતું ત્યાં 2012માં તેણે શોબિઝ છોડવાનો નિર્ણય લીને બધાને ચોંકાવી દીધા હતા.
બરખા હંમેશાથી જ દલાઈ લામાની કટ્ટર શિષ્ય રહી છે અને એટલે જ તેણે બૌદ્ધ ધર્મ અપનાવવાનો નિર્ણય લીધો હતો. બરખાએ સંન્યાસ લીધો અને આજે તે એક ભિક્ષુ બનીને જીવન વિતાવી રહી છે. તેણે પોતાનું નામ પણ બદલી દીધું છે અને હવે તે ગ્યાલ્ટેન સેમટેન તરીકે ઓળખાય છે.
આજે તે પર્વતો પર આવેલા મઠમાં રહે છે અને પોતાના આધ્યાત્મિક જીવનની ઝલક લોકોને દેખાડતી રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તે ફોટો અને વીડિયો શેર કરે છે. એક ઈન્ટરવ્યૂમાં બરખાએ કહ્યું હતું કે જ્યારે મેં ભિક્ષુ બનવાનો નિર્ણય લીધો ત્યારે મારા માતા-પિતાએ મને ખૂબ સપોર્ટ કર્યો. એક સમયે લક્ઝરી લાઈફ જીવી રહેલી બરખા આજે મોહમાયાથી દૂર સાધારણ લાઈફ જીવી રહી છે.