MPમાં PM Naredra Modiએ કેમ વચ્ચે જ ભાષણ રોકી દીધું? જોઈ લો Viral Video…
Prime Minister Narendra Modiએ આજે મધ્ય પ્રદેશના ઝાબુઆમાં 7,550 કરોડના વિકાસકામોનું લોકાર્પણ કર્યું હતું. પરંતુ જ્યારે પીએમ મોદી ભાષણ આપી રહ્યા હતા ત્યારે કંઈક એવું બન્યું હતું કે તેમણે ભાષણ અધવચાળે જ રોકી દીધું હતું. આવો જોઈએ આખરે એવું તે શું થયું હતું ભાષણ દરમિયાન…
વાત જાણે એમ છે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભાષણ આપી રહ્યા હતા ત્યારે એક નાનકડો છોકરો તેમને વારંવાર હાથ હલાવીને તેમનું અભિવાદન કરી રહ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ધ્યાન આ બાળક પર ગયું અને તેમણે પોતાનું ભાષણ વચ્ચે રોકી દીધું હતું અને બાળકને કહ્યું કે દીકરા તારો હાથ દુઃખવા લાગશે હવે… કેટલા સમયથી તું આ રીતે મારી સામે હાથ હલાવી રહ્યો છે.
આગળ પીએમ મોદીએ એ બાળકને સંબોધતા અને તેની હાથ હલાવતાં કહ્યું હતું કે મળી ગયું દીકરા મળી ગયું… તારો પ્રેમ મારા સુધી પહોંચી ગયો છે. હવે તારો હાથ નીચે કરી લે દીકરા… મને મળી ગયું છે… ત્યાર બાદ પોતાના સંબંધીના ખભા પપર બેસીને પીએમ મોદીને સાંભળવા પહોંચેલા છોકરાએ હાથ નીચે કર્યો હતો. અને પીએમ મોદીએ પણ આ જોઈને કહ્યું કે શાબાશ… સમજદાર છે એકદમ…
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બાળકોનો સંબંધ કંઈ આજનો નથી, આ પહેલાં પણ તેઓ બાળકો સાથે મસ્તી, મજાક કરતા જોવા મળ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ રેલીમાં જણાવ્યું હતું કે તેમની સરકારે આદિવાસીઓના હિત માટે કામ કરી રહી છે, જ્યારે વિપક્ષી કોંગ્રેસને માત્ર ચૂંટણી સમયે જ ગામડા, ગરીબો અને ખેડૂતો યાદ આવે છે.